શિયાળામાં કયાં શાકભાજી ખાવા જોઈએ, જાણો ફાયદા વિશે

ખોરાક હંમેશા ઋતુ પ્રમાણે હોવો જોઈએ. શિયાળામાં લીલાં શાકભાજી ખાવાથી વધુ ફાયદો થાય છે.

લીલાં શાકભાજી વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર, એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે.

શિયાળામાં પાલક અવશ્ય ખાવી જોઈએ. આ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. તે પાચન સ્વાસ્થ્ય સુધારશે

દૂધીમાં ભરપૂર માત્રામાં પાણી જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધીનું શાક ખાવું ખૂબ જ ફાયદાકારક રહેશે 

મોટાભાગના લોકો શિયાળામાં મૂળાનું સલાડ ખાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમના માટે મૂળા ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળામાં મશરૂમનું સેવન કરવામાં આવે છે. તેમાં હાજર વિટામિન ડી અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.