પાણીની બોટલ સાફ કરવાની જાણો સરળ ટિપ્સ, ચમકશે નવા જેવી
ગંદા પાણીની બોટલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી બોટલ સાફ કરવી છે જરૂરી
કાચ અથવા પ્લાસ્ટિકની બોટલ સાફ કરવા માટે, પાણી ગરમ કરીને બોટલ નાખો. તેનાથી બોટલપર રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જશે
બોટલોમાં વધુ ગરમ પાણી સીધું નાખવાની ભૂલ ન કરો. આ કારણે કાચની બોટલમાં તિરાડ પડશે અને પ્લાસ્ટિકની બોટલ પીગળી જશે
2 ચમચી વિનેગરમાં 1 ચમચી ખાવાનો સોડા ભેળવીને એક બોટલમાં ભરીને થોડીવાર રહેવા દો
બોટલ પર ઢાંકણ મૂકી હલાવો અને તેને પાણીથી સાફ કરો. તેનાથી બોટલની અંદર જમા થયેલી ગંદકી સાફ થઈ જશે
બોટલમાંથી દુર્ગંધ દૂર કરવા 1 કપ ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને બોટલમાં મૂકી દો અને પછી બોટલને સાફ કરો.
બોટલની ગંદકીને સાફ કરવા માટે તમે લીંબુ, મીઠું અને બરફનો ઉપયોગ કરી શકો છો. તેનાથી બોટલ નવા જેવી ચમકશે.