જો તમને પણ કોઈ પાક્કા કલરથી રંગે છે તો ફક્ત 2 મિનિટમાં તેને આ રીતે કરો દૂર

હોળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે,ત્યારે રંગોના આ તહેવાર પર કેમિકલયુક્ત કલરોથી સ્કિનને બચાવવી જરુરી છે.તો અપનાવો આ ટિપ્સ અને પાક્કા કલરથી બચો

હોળી રમતા પહેલા સ્કીન પર  કોપરેલ તેલ અથવા કોઈપણ લોશન લગાવો.આમ કરવાથી કોઈપણ રંગ સીધો તમારી ત્વચાના સંપર્કમાં નહીં આવે

જો બપોરે હોળી રમવા જઈ રહ્યા છો તો બહાર જવાના અડધા કલાક પહેલા સનસ્ક્રીન લગાવો.સનસ્ક્રીન તમારો સ્કિનને રંગોથી ડેમેજ થતાં બચાવશે

જો સ્કિન પર કોઈએ પાક્કો કલર લગાવી દીધો તો ટામેટાની પેસ્ટનો ઉપયોગ કરો. ટામેટાની પેસ્ટથી સરળતાથી સ્કિન પરનો કલર નીકાળી શકો છો.  

ટામેટાની પેસ્ટ માટે એક ટમેટુ લઈ તેના લાંબી ચીરી કરી સ્કિન પર હળવા હાથે ઘસો.આમ કરવાથી તમારા ચહેરા પરનો પાક્કો કલર નીકળી જશે