ફટાકડાથી શરીર દાઝી જાય તો તાત્કાલિક કરો આ ઉપાય

તહેવારોની ઉજવણીમાં ઘણાં ફટાકડા ફોડવામાં આવે છે. ક્યારેક આગને કારણે દાઝી જવાય છે

સ્કીન બળી જવાની અથવા નુકસાનની સ્થિતિમાં, કેટલાક ઘરેલું ઉપચાર અજમાવીને રાહત મેળવી શકાય છે.

એન્ટીબેકટેરિયલ ગુણ ધરાવતું એલોવેરા ત્વરિત ઠંડક આપે છે. તે દાઝી જવાથી થતા ઘાવને ઝડપથી રૂઝાવવામાં પણ અસરકારક છે.

હાથની ત્વચા કે અન્ય કોઈ ભાગ બળી જાય તો રાહત માટે બરફનો ઉપાય પણ અજમાવી શકાય છે.

જયારે ત્વચા બળી જાય ત્યારે તેના પર ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ મુજબ એન્ટિબાયોટિક ક્રીમ લગાવવી જોઈએ

જો તમારા હાથ અથવા ત્વચા બળી ગઈ હોય તો તરત જ તેના પર મધ અને નારિયેળ તેલનું મિશ્રણ લગાવો.