જો કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા, કચ્છમાં આમ તો ફરવા માટે ઘણાં સ્થળો છે

પરંતુ અહીંના ધણા સ્થળો એવા છે કે જે જીવનભર માટે યાદગાર બની રહેશે

ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલ બીએસએફ વોર મેમોરિયલ

ગુજરાતમાં બોર્ડર ટુરિઝમ દ્વારા આંતરાષ્ટ્રીય સરહદ પણ એક પ્રવાસન સ્થળ છે 

નો મેન્સ ઝોન તરીકે જાણીતા નિર્જન વેરાન રણ વચ્ચે 1971ના યુદ્ધમાં શહિદ જવાનોનું સ્મારક

વર્ષ 1965માં ભારતના અનેક સીમીવર્તી ક્ષેત્રોને કબ્જે કરવા પાકિસ્તાન દ્વારા ઓપરેશન ડેઝર્ટ હોક અંતર્ગત ચઢાઈ કરી હતી

પાકિસ્તાને યુદ્ધ શરુ કર્યુ ત્યારે CRPFની ટીમે 12 કલાક સુધી પાક.ની આર્મીને રોકી હતી 

આ મેમોરિયલનું 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરાયુ હતુ 

વોર મેમોરિયલની મુલાકાત માટે પ્રવાસન દિવસના 5-7 દિવસ પહેલા BSFના હેડક્વાર્ટમાં પત્ર લખવાનો રહેશે. 

BSFના DIGને સંબોધિત આ પત્રમાં તારીખ, પ્રવાસીઓની સંખ્યા નામ અને ગાડી નંબર જેવી વિગત આપવાની રહેશે.

તેમજ પ્રવાસીઓના સરકાર માન્ય ઓળખપત્ર અને સર્ટીફિકેટની નકલ જમા કરાવવાની હોય છે