વાહનો પર ભગવાનનું નામ લખાવવું કેટલું યોગ્ય? જાણો પ્રેમાનંદ જી મહારાજે આપ્યો જવાબ
લોકો હંમેશા પોતાની ગાડીઓ પર ભગવાનના નામ અને ફોટા લગાવે છે.
કારના કાચની પાછળ જય શ્રી રામ, રાધા-કૃષ્ણ કે અન્ય ભગવાન- માતાજીના નામ લખાવે છે.
સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ જી મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
લોકો જાણતા-અજાણતા વાહનો પર ભગવાનના નામ લખાવતા હોય છે. પરંતુ તેને સનાતન ધર્મ અનુસાર યોગ્ય ન ઠેરવી શકાય
જ્યારે આપણે ભગવાનનું નામ લખીએ તો વાહનોને પાણીથી ધોઈએ છીએ તે પાણી નીચે પડે છે અને તેના પર આપણા પગ પડે
છે
આમ થવાથી ઈશ્વરનું અપમાન થાય છે. કારણ કે જળથી ભગવાનનો અભિષેક થાય છે.
તે અનુસાર વાહન પર ઈશ્વરના નામની જગ્યાએ સ્વાસ્તિક ચિન્હ કે શુભ-લાભ લગાવી શકો છો.