દવા વિના દૂર કરો પેટનો દુખાવો, ધરગથ્થુ નુસખા અપનાવો
પેટનો દુખાવો ઓછો કરવા માટે ગરમ પાણી પીવું જોઈએ.
આદુમાં રહેલા ગુણ પેટનો દુખાવો દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે
આદુનો નાનો ટૂકડો ચાવવાનું શરૂ કરી દો. જેનાથી ધીમે-ધીમે પેટનો દુખાવો ઓછો થવા લાગશે.
ચપટી હીંગને ગરમ પાણીમાં મિકસ કરીને હલાવીને પીવાથી તાત્કાલિક અસરથી પેટના દુખાવામાં આરામ મળશે
ખાધા પછી વરિયાળી ચાવવી જોઈએ. જેનાથી અપચો અને ગેસ થવાના કારણે પેટમાં ઉપડતો દુખાવો દૂર થશે.
એક ચપટી અજમો અને સંચળને ગરમ પાણી સાથે પી જાવ. જેનાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા દૂર થઈ જશે.