ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે ઘણા નુકસાન 

સ્વસ્થ રહેવા માટે શરીરમાં પાણીનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે.

શિયાળામાં તરસ ઓછી લાગતા મોટાભાગના લોકો ઓછું પાણી પીવે છે ત્યારે શરીરમાં કેટલાક ફેરફાર થવા લાગશે 

ઓછું પાણી પીવાથી માથામાં દુખાવો અને થાકની સમસ્યા થઈ શકે છે 

જો તમે આખા દિવસમાં ઓછું પાણી પીઓ છો, તો તેનાથી કબજિયાત થઈ શકે છે જેના કારણે મળ ત્યાગમાં પરેશાની આવી શકે

શરીરમાં પાણીની ઉણપને કારણે યુરિનરી ઈન્ફેક્શનનો ખતરો રહે છે.

પાણીના અભાવને કારણે કિડનીને અસર કરી શકે છે. આ ઉપરાંત કિડનીમાં પથરી થવાનું જોખમ પણ વધશે