ગૌતમ અદાણીની કુલ સંપત્તિ (નેટવર્થ) 137.4 અરબ ડોલરથી પણ વધુ હતી જે આજે ઘટી છે

અમદાવાદમાં ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ થયો હતો

ગૌતમ અદાણીના માતાનું નામ શાંતાબેન અને પિતાનું નામ શાંતિલાલ હતું, જેઓ નાના કાપડના વેપારી હતા

પ્રાથમિક શિક્ષણ અમદાવાદની શેઠ ચિમનલાલ નગીનદાસ (સીએન) વિદ્યાલયમાં કર્યો અને સેકેન્ડ ઈયરમાં અભ્યાસ છોડી દીધો હતો

શું કરે છે ગૌતામ અદાણીના પત્ની અને બાળકો ?

ગૌતમ અદાણીના લગ્ન પ્રીતિ અદાણી સાથે થયા છે. પ્રીતિ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે અને અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન પણ છે

અદાણીના બે પુત્રો છે,મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાના પુત્રનું નામ જીત અદાણી છે.

કરણ હાલમાં અદાણી પોર્ટ્સના CEO તરીકે કામ કરે છે અને તેના લગ્ન અગ્રણી વકીલ એવા સિરિલ શ્રોફની પુત્રી પરિધિ શ્રોફ સાથે થયા છે

અદાણી પર એક બુક પણ લખાય છે જે પણ ઘણાં વિવાદોમાં આવી હતી, જેના લેખકે અદાણીની પરવાનગી વગર જ બુક લખી હતી