Weather Update : કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં યલો એલર્ટ !


હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહી શકે છે જેથી અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચો : Weather Update : રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી
ગઈકાલે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ તાપમાનમાં પણ છેલ્લા કેટલાક દિવસથી વધારો જોવા મળ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આમ તાપમાનમાં વધારો જોતાં રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સતત વધી રહેલા તાપમાનને લીધે બપોરના સુમારે રોડ રસ્તા પણ સૂમસામ જોવા મળી રહ્યા છે. હવામાનના આવા બદલતા મિજાજથી લોકો પણ પરેશાન થઈ ગયા છે, જ્યારે ખેડૂતો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે.