ગુજરાતટોપ ન્યૂઝ

Weather Update : આગામી ત્રણ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની વકી

Text To Speech

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે જગતના તાતને હલાકીનો સમનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગવાર કરવામાં આવેયગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ સહિતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આગામી ત્રણ દિવસ એટલે કે 26, 27 અને 28 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : RTOમાં ચાલતી ગેરરીતિને લઈને હર્ષ સંઘવી એક્શનમાં, સુરત RTOની લીધી ઓચિંતી મુલાકાત
કમોસમી વરસાદ - Humdekhengenewsવર્ષની શરૂઆતથી જ કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. તે બાદ પણ હજુ ગયા માસમાં જ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને હાલાકીનો સમનો કરવો પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અન્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ફરીથી જગતનો તાત ચિંતિત થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એકતરફ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિતના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતને ફરી હાલાકીનો સમનો કરવાનો વારો આવી શકે છે.

Back to top button