ગુજરાતટોપ ન્યૂઝ

Weather Update : રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી

Text To Speech

દેશ સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મહેનત કરી ખેડૂતે તૈયાર કરેલ પાકને પણ મોટું નુકસાન થયું છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.કમોસમી વરસાદ - Humdekhengenews હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં માવઠા થવાની સંભાવના છે જેમાં ઉત્તર ગુજરાતના પાટણ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવનાઓ છે. કમોસમી વરસાદની અગાહીને પગલે જગતના તાતને ફરી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે અને કાલે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલની શક્યતાઓ છે જ્યારે 12, 13 અને 14 એપ્રિલે અમરેલી, સુરત, બોટાદ, ભાવનગર, ભરૂચ, વલસાડ અને નવસારીમાં વરસાદ વરસવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો : ફરજિયાત માસ્કને લઈને આરોગીમંત્રી ઋષિકેશ પટેલે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું ?

ઉલ્લેખનીય છે કે ગત માસમાં પણ ખેડૂતોને કમોસમી વરસાદને લીધે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તૈયાર પાકને પણ નુકસાન થયું હતું ત્યારે હવે ફરી એકવાર એપ્રિલ માસમાં વરસાદની અગાહીને લીધે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડશે.

Back to top button