HD ન્યુઝ ડેસ્કઃ ચોમાસાના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં આકાશમાંથી આફતની જેમ વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના વિસાવદરમાં એક સાથે 10 ઈંચ વરસાદ પડતા ઘરમાં પાણી ઘુસ્યા હતા. બીજી બાજુ મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદ બાદ આખું ગામ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું છે, જેમાં 22 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં વરસાદ બાદ વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. હવામાન વિભાગે યુપી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ લદ્દાખના લેહમાં વાદળ ફાટવાના કારણે તબાહી સર્જાઈ છે.
અહીં પડશે ભારે વરસાદઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળમાં શનિવારે (22)ના રોજ તોફાની વરસાદની સંભાવના છે.
વરસાદની સંભાવનાઃ આ સિવાય લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબાર ટાપુઓ, મધ્યપ્રદેશ, ગુજરાત, કોંકણ-ગોવા અને કોસ્ટલ કર્ણાટકના કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને તમિલનાડુમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
આ પણ વાંચોઃ અંબાલાલ પટેલ કહ્યું, હજી 3 દિવસ ગુજરાત માટે ભારે, જાણો ક્યાં રહેશે વરસાદ