ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Weather: ઉત્તર ભારતમાં ફરી વળી શીતલહેર, આ રાજ્યોમાં વરસાદની આગાહી

Text To Speech

નવી દિલ્હી, તા. 19 ડિસસેમ્બર, 2024: ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં પારો શૂન્યની નીચે આવી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 થી 22 ડિસેમ્બર દરમિયાન હિમાચલ પ્રદેશ અને પંજાબમાં છૂટાછવાયા સ્થળોએ તીવ્ર શીત લહેરની સ્થિતિ રહેવાની સંભાવના છે. પશ્ચિમ રાજસ્થાનમાં ઠંડીનું કાતિલ મોજું આગામી બે દિવસમાં ફરી વળશે.

આઇએમડીના વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રોયે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં પશ્ચિમી વિક્ષેપ હતો. આ બે પશ્ચિમી વિક્ષેપથી વરસાદની દ્રષ્ટિએ વધુ અસર થઈ નથી, પરંતુ આ પશ્ચિમી વિક્ષેપને કારણે, ચક્રવાતી પવન નીચલા સ્તરે ફૂંકાય છે. આ પશ્ચિમી વિક્ષેપને કારણે બંગાળની ખાડીમાંથી ઘણો ભેજ આવી રહ્યો છે. ભેજમાં આ વધારાથી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે અને ધુમ્મસની સ્થિતિ સર્જાઈ છે.

આ રાજ્યોમાં વરસાદ સાથે પડી શકે છે વીજળી

આઇએમડી અનુસાર, 19 ડિસેમ્બરના રોજ તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, કેરળમાં વીજળી પડવાની સાથે 7 સેમીથી વધુ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે બિહારમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર બિહારમાં તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો છે. 22 ડિસેમ્બર સુધી અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે. આ સાથે પાંચ દિવસ હવામાનમાં કોઈપણ ફેરફાર થવાની આગાહી કરવામાં નથી આવી. દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો નોંધાશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button