ગુજરાતટોપ ન્યૂઝ

Weather Update : હવામાનનો મિજાજ બદલાશે, હવે ગરમીનો પારો વધશે !

Text To Speech

આજે એપ્રિલનું પ્રથમ સપ્તાહ પૂરું થઈ રહ્યું છે. પરંતુ અત્યારે ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો પરેશાન છે. વરસાદને કારણે ઘઉં અને અન્ય પાકને ભારે નુકસાન થવાની આશંકા છે. દરમિયાન આજે પણ દેશના અનેક રાજ્યોમાં વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો : Ahmedabad : સરકારી નોકરીનું પરિણામ 26 વર્ષ પછી આવ્યું, તો પણ નોકરી ન મળી; ચોંકાવનારો કિસ્સો !

સામાન્ય રીતે એપ્રિલની શરૂઆતમાં લોકો ગરમીથી પરેશાન થવા લાગે છે. પરંતુ આ વર્ષે હજુ સુધી આવી સ્થિતિ બની નથી. હવામાન નિષ્ણાતોના મતે, સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ, પવનની સ્થિતિ સર્જાઈ રહી છે અને તાપમાનમાં વધારો થઈ રહ્યો નથી. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અનુમાન મુજબ એપ્રિલના અંતિમ સપ્તાહથી ઉનાળો તેના રંગ બતાવવાનું શરૂ કરશે અને મે મહિનામાં સારી ગરમી પડવાની શક્યતાઓ છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે. પરંતુ હવે ધીમે ધીમે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ પુરો થતો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે ધીમે ધીમે તાપમાનનો પારો ઉંચકાશે તેવી આશા છે.

Back to top button