નવી દિલ્હી, તા.25 નવેમ્બર, 2024: સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પર્વતોમાં હિમવર્ષા ચાલુ છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
દિલ્હીમાં કેવું રહેશે તાપમાન
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન 25 નવેમ્બર એટલે કે આજથી ઘટવાનું શરૂ થશે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. પશ્ચિમી વિક્ષેપને કારણે ઠંડા પવનો દિલ્હી પહોંચશે, જેનાથી ઠંડીની અસર વધશે.ખાનગી એજન્સી સ્કાયમેટે જણાવ્યું હતું કે ટેકરીઓમાંથી આવતા ઠંડા પવનને કારણે દિલ્હીમાં તાપમાનનો પારો ગગડશે.
બિહારમાં મિશ્ર હવામાન
બિહારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અમુક જગ્યાએ વહેલી સવારે ઝરમર વરસાદ શરૂ થયો હતો. કાશ્મીર અને અન્ય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની અસર બિહારના મેદાની વિસ્તારોમાં પણ જોવા મળશે. આગામી 3-4 દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે.
ગુજરાતમાં શિયાળો કરી રહ્યો છે જમાવટ
ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો દિવસેને દિવસે ઘટી રહ્યો છે. અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. ત્યાં બરફવર્ષા ચાલુ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે તેની અસર જોવા મળશે અને આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં માવઠાની કોઈ સંભાવના નથી. પરંતુ હવે ઠંડીમાં વધારો થતો રહેશે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 24, 2024
ઉત્તરપ્રદેશમાં કેવું રહેશે હવામાન
ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પવનનો અનુભવ થઈ રહ્યો છે. નોઈડાથી લખનૌ સુધી આકાશ વાદળછાયું રહેશે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
બંગાળની ખાડી ઉપરના નીચા દબાણના કારણે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે .આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર આ વિસ્તારમાં જોવા મળશે.
જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષો
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. આનાથી માત્ર પ્રવાસનને જ પ્રોત્સાહન નહીં મળે પરંતુ મેદાની વિસ્તારોમાં ઠંડી વધવાનું મુખ્ય કારણ પણ બનશે.
આ પણ વાંચોઃ મેક્સિકોમાં ફરી હિંસાઃ બારમાં ફાયરિંગ, 6 લોકોનાં મૃત્યુ