ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત માથે ભયંકર તોફાનના ભણકારા: આ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ ખાબકશે, બેવડી ઋતુનો માર

Text To Speech

નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2025: દેશમાં ફરી એક વાર ચક્રવાતી તોફાન દસ્તક દેવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે 16 જાન્યુઆરી સુધી દેશભરમાં 20થી વધારે રાજ્યોમાં તોફાની પવન ફુંકાવાની અને ભારે વરસાદ થવાની ભવિષ્યવાણી કરી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા અને શીતલહેરથી તાપમાનમાં ઘટાડો થયો છે. ઉત્તર ભારતના કેટલાય રાજ્ય ઠંડીની ચપેટમાં આવી ગયા છે.

તો વળી દિલ્હી-એનસીઆર, હરિયાણા, ચંડીગઢમાં વરસાદ થયો છે.આ અગાઉ સવારે ધુમ્મસ છવાઈ જતાં લગભગ 45 જેટલી ટ્રેન મોડી પડી હતી, પણ ફ્લાઈટની અવરજવરમાં કોઈ અડચણ આવી નહોતી. શનિવારે લાહૌલ સ્પીતિના જિલ્લામાં ન્યૂનતમ તાપમાન -10.2°C રહ્યું. સમધોમાં -5.9°C, , કુકુમસેરીમાં -4.9°C અને મનાલીમાં -0.9°C ન્યૂનતમ તાપમાન રેકોર્ડ થયું. આવો જાણીએ આગામી 5 દિવસ દેશભરમાં હવામાન કેવું રહેશે.

આ રાજ્યોમાં વરસાદ પડશે અને ભેજ છવાયેલો રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસ નીચાણ અને ઉપરી ભાગમાં સાઈક્લોનિક સર્કુલેશનના રુપમાં પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ છે. પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસ એક ટ્રફ રેખા સાથે પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ છે. તેનાથી પૂર્વોત્તર અરબ સાગર તરફ પશ્ચિમી હવાઓ આવી રહી છે. પશ્ચિમી વિક્ષોભ અને પૂર્વી હવાઓની અસરથી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તાર અને મધ્ય ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાનો સંભાવનાઓ છે.

આજે 12 જાન્યુઆરીએ પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં અલગ અલગ જગ્યા પર ગર્જના સાથે કરા પડવાની સંભાવના છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢમાં વીજળી સાથે વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: પોલીસને લઈ જતી બસની બ્રેક ફેલ થતાં કેટલાયને ફંગોળ્યા, એક મહિલાનું મૃત્યુ, વીડિયો જોઈ ધ્રુજી જશો

Back to top button