“અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનીમાં ખેડૂતોને ચૂકવાશે સહાય”
રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુદરતી આફતના કારણે ખેડૂતોને 6662 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ નિવેદન રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો.
ગત જુલાઇ મહિનામાં ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે. આ ચોમાસા દરમિયાન વરસાદથી પ્રભાવિત 9 જિલ્લાઓમાં સરવે પુર્ણ કરી દેવામાં આવ્યો છે. સરકારને તમામ રિપોર્ટ સોંપી દેવાની તજવીજ પણ હાથ ધરાઇ છે.
ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને મળેલી સહાય અંગેના પ્રશ્નોના જવાબ આપતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ભારત કૃષિ અને ઋષિનો દેશ છે, ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ગૃહમાં પ્રયાસો હાથ ધરાયા છે. હંમેશા તૈયાર છે ત્રણ વર્ષમાં 6622 કરોડની સહાય આપવામાં આવી છે.
કૃષિમાં નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમાં આવશે: કૃષિમંત્રી
વરસાદના બીજા રાઉન્ડમાં બનાસકાંઠા, જામનગરમાં ખેતીને ભારે નુકસાન થયું હતું. જેની ચર્ચા આજે વિધાનસભા સત્રમાં કરવામાં આવી હતી. આ બંને જિલ્લાઓના ખેડૂતોને પણ સહાયનો ટેકો મળે તેવી રજૂઆત કરવામાં આવી. જેના જવાબમા વિધાનસભામાં રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે કૃષિમાં નુકસાનીનો અહેવાલ મહિનાના અંતમાં આવી જશે. ખેડૂતોને નિયમ મુજબ સહાય આપવામાં આવશે તેવો કૃષિમંત્રીએ દાવો પણ કર્યો છે.
33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે
રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે.
નર્મદા જિલ્લાના 547 ગામમાં સરવે
- નર્મદા કુલ 59,430 વિસ્તાર અસરગ્રસ્ત થયો
- નર્મદા જિલ્લામાં ૨૦ જેટલી ટીમોએ સરવે કર્યો
છોટાઉદેપુરના 880 ગામો પાક નુકસાનીનો સરવે કરાયો
- 1,30, 555 હેક્ટર વિસ્તારમાં સરવેની કામગીરી થઈ
- છોટાઉદેપુર જિલ્લામાં 40 જેટલી ટીમોએ સર્વે કર્યો
નવસારીમાં 387 ગામોમાં સરવેની કામગીરી કરાઈ
- 9457 હેકટર વિસ્તારમાં સરવે થયો, 70 જેટલી ટીમોએ સરવે કર્યો
- નવસારી જિલ્લામાં 3014 હેકટરમાં 33 ટકાથી વધુ નુકસાન
- નવસારી જિલ્લામાં સરવેની કામગીરી પૂર્ણ
પંચમહાલ જિલ્લાના 39 ગામોમાં સરવેની કામગીરી પૂર્ણ
- 830 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પુરી
- પંચમહાલના 525 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન
- સુરત જિલ્લામાં 96 ગામમાં સરવેની કામગીરી પૂર્ણ
- 235 હેકટર વિસ્તારમાં સરવેની કામગીરી પૂર્ણ
- 163 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન
વલસાડ જિલ્લાના 283 ગામ સરવેની કામગીરી પૂર્ણ
- 6348 હેક્ટર વિસ્તારમાં સરવેની કામગીરી પૂર્ણ
- 610 હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન
તાપી જિલ્લામાં 256 ગામમાં સરવેની કામગીરી પૂર્ણ
- 744 હેકટર વિસ્તારમાં સરવેની કામગીરી પૂર્ણ
- ફૂલ 430 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધું નુકસાન
ડાંગ જિલ્લામાં 310 ગામમાં સરવેની કામગીરી પુરી
- 20,807 હેકટર વિસ્તારમાં સરવેની કામગીરી પૂર્ણ
- 830 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધું નુકસાન
ક્ચ્છ જિલ્લામાં 352 ગામોમાં સરવેની કામગીરી થઈ
- 13,979 હેકટર વિસ્તારમાં સરવે કરવામાં આવ્યો
કુલ 120 સરવે ટીમ લાગી હતી કામે
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, કચ્છ મળી કુલ 9 જિલ્લાઓના 38થી વધુ તાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા હતા.અસરગ્રસ્ત તાલુકાઓના કુલ ૧૨૦ સર્વે ટીમ દ્વારા સરવેની કામગીરીએ લાગી હતી. આશરે 4000થી વધુ ગામડામાં પાક નુકસાનીનો સરવે કરવામાં આવ્યો છે.
કૃષિ ક્રેડિટના રિપોર્ટમાં શું થયો હતો ખુલાસો?
ગુજરાતના ખેડૂતોના રિપોર્ટકાર્ડમાં પરિસ્થિતિ કંઇક અલગ જ સામે આવી છે. બે વર્ષમાં ગુજરાતના ખેડૂતોનું દેવું વધ્યું છે. ગુજરાતના ખેડૂતોની લોન પણ વધી છે. ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. કૃષિ ક્રેડિટના રિપોર્ટ પ્રમાણે બે વર્ષમાં કૃષિ ક્રેડિટ 32 ટકા વધી છે. તો એગ્રીકલ્ચર ક્રેડિટ હેઠળની લોન 45 ટકા વધી છે.2019-20માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ 73 હજાર 228 કરોડ હતી જે 2021-22માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ વધીને 96 હજાર 963 કરોડ થઇ. ખાતા દીઠ એગ્રિકલ્ચર લોન 1.71 લાખથી વધી 2.48 લાખ રૂ. થઇ ગઈ છે. બે વર્ષમાં ખેડૂતોના ખેતીને લઇને પડકારો પણ રહ્યાં છે. તૌકતે વાવાઝોડાથી લઇને અનરાધાર વરસાદે ખેતરોને તબાહ કર્યા છે. વળતરના નામે પણ ખેડૂતોના કહેવા પ્રમાણે ખાસ સહાય મળતી નથી. તેવામાં બે વર્ષમાં ખેડૂતોને ખેતી માટે જરૂરી બિયારણ,ખાતર કે પછી જરૂરી દવાઓના ખર્ચમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે.