અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આજથી બદલાશે હવામાન; અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Text To Speech
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • 24થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાપટા પડશે
  • 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશેઃ અંબાલાલ

રાજ્યના વિવિધ વિસ્તારો પણ વરસાદના અભાવને અનુભવી રહ્યા છે. ચોથા રાઉન્ડની મેઘ સવારી અટકી પડી છે. સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો જણાવે છે કે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. તેવામાં હવે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

વરસાદની આગાહી-HDNEWS
હવામાન વિભાગની આગાહી- હમ દેખેગે ન્યૂઝ

25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી
ગુજરાતભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળા ઘેરાયાં છે. આવા વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા નજરે પડતી નથી, જોકે કેટલાક હવામાન નિષ્ણાંતોએ 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 24થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાંપટા પડશે. જ્યારે 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે.

આગાહી-humdekhengenews

ગુજરાતમાં પડ્યો 713.63 મિમિ વરસાદ
રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન કંટ્રોલનાં સૂત્રો જણાવે છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 713.63 મિ.મિ. વરસાદ પડી ચૂક્યો છે, જે વરસાદની 81.41 ટકાવારી છે. અત્યારે તો કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાંથી વરસાદ ગાયબ થયો છે. ઓગસ્ટ મહિનામાં તો ભારે વરસાદ ક્યાંય પડ્યો નથી. ફક્ત ઝરમરિયા વરસાદ કે એક-દોઢ ઇંચ વરસાદથી લોકોએ સંતોષ માનવો પડે છે. જોકે ચાલુ ચોમાસાની સિઝનમાં કચ્છ 136.19 ટકા વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં મોખરાના સ્થાને છે. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં 110.02 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : હવામાન વિભાગની આગાહી: આજે આ વિસ્તારોમાં ભારે વરસાદ

Back to top button