- નવરાત્રીમાં વરસાદમાં વિઘ્ન બને તેવી શક્યતા
- રાજ્યમાં આગામી બે દિવસ વરસાદનું અનુમાન
- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વરસાદ પડી શકે છે
નવરાત્રીમાં કેટલાક વિસ્તારો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. જેમાં નવરાત્રીમાં વરસાદમાં વિઘ્ન બને તેવી શક્યતા છે. તેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદ આવશે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વરસાદ પડી શકે છે
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વરસાદ પડી શકે છે. તેમજ સાંજથી વાતાવરણ પલટો થાય તેવી શક્યતા છે. તથા કમોસમી વરસાદ પડે તો ખેડૂતોની મુશ્કેલી વધશે. તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે. રાજ્યમાં થોડા દિવસ બેવડી ઋતુની અસર રહેશે. વહેલી સવારે રાજ્યમાં ઠંડીની શરુઆત થઇ ગઇ છે. બપોરના સમયે પારો 344 થી 36 ડિગ્રી રહેશે. તથા સવારે લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડ્યો છે.
પવનોની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થશે
રાજ્યમાં થોડા દિવસ બેવડી ઋતુની અસર સાથે પવનોની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થશે. જ્યારે રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડા આકાર લેશે. અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને 18 ઓક્ટોબરથી એક લો પ્રેશર બનશે. 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ વાવઝોડું મજબુત હશે. તેને ઉત્તર પૂર્વીય પવનોની ગતિ મળશે. બંગાળના ઉપસાગરનો ભેજ મળશે, જેના કારણે આ સિસ્ટમ મજબુત બનશે. જેના કારણે પશ્ચિમ ઘાટ પર ગોવાથી નીચેના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.