ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો, વડોદરામાં કમોસમી વરસાદ વરસ્યો

Text To Speech

રાજ્યમાં આજથી ત્રણ દિવસ વરસાદની અગાહીને પગલે આજે સવારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગઈકાલે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ એટલે કે 26, 27 અને 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદ સાહિતના કેટલાક શહેરોમાં પણ સવારે વાદળછાયા વાતાવરણ સાથે હળવો પવન પણ હતો.

આ પણ વાંચો : Weather Update : આગામી ત્રણ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની વકી
કમોસમી વરસાદ -humdekhengenewsઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ની શરૂઆતથી જ કમોસમી વરસાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ કમોસમી વરસાદ રાજ્યમાં વરસી રહો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં એકતરફ સતત ગરમીનું પ્રમાણ પણ વધી છે તો બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોને હેરાન કરી દીધા છે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે. કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલેથી ખેડૂતે કમોસમી વરસાદને લીધે ભારે નુકસાન વેઠ્યું છે ત્યારે ફરીથી કમોસમી વરસાદથી ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

Back to top button