સોનુ પહેરવાથી ચમકે છે આ રાશિઓની કિસ્મત, કોણે ન પહેરવું?
- કેટલીક રાશિઓ માટે સોનુ પહેરવું શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સોનુ ધારણ કરવું અશુભ માનવામાં આવે છે. તમે પણ જાણો કે કઈ રાશિઓને સોનુ પહેરવાથી લાભ થાય છે અને કોને નુકશાન થાય છે?
સોનુ પહેરવું કોને ન ગમે? જોકે સોનાની વધતી જતી કિંમતોના કારણે સોનુ ખરીદવું સપના સમાન બની ગયું છે. મધ્યમ વર્ગના લોકો તો અત્યારે સોનુ ખરીદવાનું વિચારી પણ શકતા નથી. સોનુ પહેરવું એ જ્યોતિષી સાથે પણ જોડાયેલું છે શું એ વાત તમે જાણો છો? કેટલીક રાશિઓ માટે સોનુ પહેરવું શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સોનુ ધારણ કરવું અશુભ માનવામાં આવે છે. તમે પણ જાણો કે કઈ રાશિઓને સોનુ પહેરવાથી લાભ થાય છે અને કોને નુકશાન થાય છે?
સિંહ (મ,ટ)
વૈદિક જ્યોતિષ અનુસાર સિંહ રાશિના લોકો માટે સોનું ખૂબ ભાગ્યશાળી કહેવાય છે. સિંહ અગ્નિ તત્વની રાશિ છે અને તેનો સ્વામી સૂર્ય છે. એવું કહેવાય છે કે સિંહ રાશિના લોકોને પોતાની કરિયરમાં મોટી સફળતા મળે છે. સોનાના શુભ પ્રભાવથી તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને ધનની કમી થતી નથી.
તુલા (ર,ત)
તુલા રાશિના જાતકો માટે સોનું પહેરવું શુભ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જે લોકો સોનું પહેરે છે, તેમને જીવનમાં ધનના અભાવનો સામનો ઓછો કરવો પડે છે. એવું કહેવાય છે કે સોનું ધારણ કરવાથી આ રાશિના જાતકોને જીવનની તમામ પ્રકારની તકલીફોમાંથી છુટકારો મળે છે.
કન્યા (પ,ઠ,ણ)
વૈદિક જ્યોતિષ અનુસાર જો આ રાશિના જાતકો સોનું પહેરે છે તો તેમના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે સોનું પહેરવાના પ્રભાવથી કરિયરમાં મોટી સફળતા મળે છે. તમારે જીવનમાં ધનની કમીનો સામનો કરવો પડતો નથી અને સમાજમાં માન-સન્માન મળે છે.
મકર (ખ,જ)
વૈદિક જ્યોતિષ અનુસાર સોનાના આભુષણો પહેરવાથી મકર રાશિના જાતકોને લાભ થાય છે. તેમને જીવનની નેગેટિવિટીમાંથી છુટકારો મળે છે. જીવનમાં આર્થિક સદ્ધરતા આવે છે અને સફળતા મળે છે.
મીન (દ,ચ,થ,ઝ)
મીન રાશિના જાતકો માટે સોનુ પહેરવું શુભ હોય છે. વૈદિક જ્યોતિષ અનુસાર જો મીન રાશિના જાતકો સોનાના આભૂષણો પહેરે છે તો જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આર્થિક સ્થિરતા આવે છે.
આ રાશિના લોકોએ ન પહેરવું જોઈએ સોનું
વૈદિક જ્યોતિષ અનુસાર સોનું પહેરવું દરેક રાશિના લોકો માટે શુભ માનવામાં આવતું નથી. કેટલીક રાશિ માટે તે અશુભ પણ મનાય છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર વૃષભ, વૃશ્ચિક, મિથુન અને કુંભ રાશિના જાતકોએ સોનું પહેરવાથી બચવું જોઈએ.
આ પણ વાંચોઃ દેવશયની એકાદશી ક્યારે છે? શું છે તેનું મહત્ત્વ? ચાતુર્માસનો પણ પ્રારંભ