ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ચશ્માં ચડાવી, દર્દીઓના વોર્ડમાં સ્કૂટી પર ફરતી નર્સને જોઈ આશ્ચર્ય-આઘાત

Text To Speech
  • વીડિયો વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા

HDNEWS ડેસ્ક 9 મે 2024, યુપીની પીલીભીત મેડિકલ કોલેજમાં સ્ટાફ નર્સની મનમાનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નર્સ સ્કૂટી પર બેસીને દર્દીઓના વોર્ડમાં ફરતી દેખાઈ રહી છે. જ્યાં એક સ્ટાફ નર્સ કોલેજના કોરિડોરમાંથી સ્કૂટર ચલાવતી હોવાનું નોંધાયું હતું. આ વીડિયોને લઈને લોકોના આક્રોશ બાદ CMOએ નોટિસ લઈને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

સરકાર દ્વારા નાગરીકોને સ્થાનિક કક્ષાએ સારવાર મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવ્યા છે. પરંતુ આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની મનમાની સામે ફરીયાદો થતી રહે છે. ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની પીલીભીત જિલ્લા કોલેજમાં એક આઘાતજનક ઘટના બની છે. પીલીભીત મેડિકલ કોલેજમાં એક મહિલા નર્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. આ વિડિયોમાં એક નર્સની મનમાની જોવા મળી રહી છે.

શું છે વિડિયોમાં ?

આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મેડિકલ કોલેજના ઓપીડી વોર્ડમાં ઘણા દર્દીઓ હાજર છે. ત્યારે એક મહિલા નર્સ તેના સ્કૂટર પર બેસીને ત્યાં આવતી જોવા મળે છે. સ્કૂટર આવવાના કારણે ત્યાં ઉભેલા દર્દીઓને અહીં-તહીં અવરજવર કરવી પડે છે. પરંતુ આનાથી નર્સને કોઈ ફરક પડતો નથી. તે આંખો પર ચશ્મા લગાવીને મસ્ત સ્કૂટર પર ફરતી જોવા મળે છે. આ વીડિયો પીલીભીત મેડિકલ કોલેજનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ-અલગ એકાઉન્ટ્સથી ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ કેજરીવાલને ચૂંટણી પ્રચારના નામે જામીન કેમ ન આપવા જોઈએઃ EDએ આપ્યાં કારણો

Back to top button