ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદીના ઘરને ઘેરાવ કરીશુંઃ કોંગ્રેસ ધારાસભ્યની ધમકી, જૂઓ વીડિયો

Text To Speech

બેંગલુરુ, 28 ઓગસ્ટઃ કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યે વિપક્ષોની વિચારધારા ઉઘાડી પાડી દીધી છે. કોંગ્રેસના ધારાસભ્ય જીએસ પાટીલે જાહેરમાં એવી ધમકી ઉચ્ચારી છે કે કોંગ્રેસ બાંગ્લાદેશની જેમ ભારતમાં પીએમ વડાપ્રધાનના નિવાસસ્થાનને ઘેરાવ કરશે.

તાલુક અહીંદ યુનિયન દ્વારા આયોજિત પ્રદર્શન દરમિયાન પાટીલે ધમકી ઉચ્ચારી હતી કે જો કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની સત્તા ઉપર કાપ આવશે તો ભારતમાં એવા જ વિરોધ પ્રદર્શન થશે જે બાંગ્લાદેશે જોયા છે.

જૂઓ વીડિયો…

“એ દિવસ દૂર નથી જ્યારે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ધસી જશે, જે રીતે બાંગ્લાદેશમાં થયું હતું” તેમ પાટીલે બફાટ કરતા કહ્યું હતું.

આ કોંગ્રેસી ધારાસભ્યે આશંકા વ્યક્ત કરી હતી કે, કેન્દ્ર સરકાર રાજ્યપાલ મારફતે કર્ણાટકમાં કોંગ્રેસી સરકારને અસ્થિર કરવા માગે છે. તેમણે આક્ષેપ કર્યો કે મોદી સરકાર મૂડીવાદીઓના હિતોને મહત્ત્વ આપે છે અને સામાન્ય લોકોનાં હિતોની કાળજી લેવામાં આવતી નથી. તેમના મતે મોદી સરકાર સિદ્ધારમૈયાના પ્રજાલક્ષી શાસનની વિરુદ્ધ છે. કોંગ્રેસી ધારાસભ્યે એવો દાવો કર્યો કે સિદ્ધારમૈયા એવી યોજનાઓ લાગુ કરી રહ્યા છે જે રાજ્યના તમામ સમુદાયોનો વિકાસ કરી શકે.

ધારાસભ્યે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે રાજ્યપાલે સિદ્ધારમૈયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપની ફરિયાદને પગલે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. અમે આ બાબતમાં રાષ્ટ્રપતિને મળીશું તેમ પાટીલે કહ્યું હતું.

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક કેન્દ્રો/શહેરોને મંજૂરી

Back to top button