‘અલ્લાહ પાસે મોકલી દઈશું’ : VHPના નેતાને જાનથી મારી નાખવાની મળી ધમકી
ઈન્દોર, 12 જુલાઇ: મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક હિન્દુ નેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા સંતોષ શર્મા, જેઓ મુસ્લિમોને હિન્દુ બનાવવાના કથિત ‘ઘર વાપસી’માં વ્યસ્ત છે, તેમને ‘જલદી અલ્લાહ પાસે મોકલવામાં આવશે’ તેવી ધમકી આપવામાં આવી છે. છ ડઝનથી વધુ લોકોના ધર્માંતરણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર શર્માના ઘરે બુરખો પહેરેલી મહિલાએ ધમકીભર્યો પત્ર પહોંચાડ્યો હતો, જે સીસીટીવીમાં કેદ થયો છે.
જંજીરવાલા સ્થિત ગોકુલ રેસિડેન્સીમાં VHP પ્રાંતીય વડા સંતોષ શર્માના ઘરે મોકલવામાં આવેલા પત્રમાં અરબી ભાષામાં ઘણા શબ્દો લખવામાં આવ્યા છે. એવું પણ લખ્યું છે કે ‘ટૂંક સમયમાં તમને પણ અલ્લાહ પાસે લઈ જવામાં આવશે.’ બુરખો પહેરેલી મહિલાએ ગાર્ડને પત્ર આપ્યો અને કહ્યું, ‘…હવે નહિ બચે.અલ્લાહ હુ અકબર.’
ગેટ પર તૈનાત સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે રાત્રે લગભગ 1 વાગે બુરખો પહેરેલી એક મહિલા આવી અને તેને એક પત્ર આપ્યો. ગાર્ડે પૂછ્યું કે આ શું છે, તો તેણે કહ્યું, ‘આ વાંચો, તમને બધું સમજાઈ જશે, હવે તમે નહીં બચી શકો. આ પછી તે ચાલી ગઈ હતી. જોકે, બુરખો પહેરેલી મહિલા ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સંતોષ શર્માએ તુકોગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે ફરિયાદ અરજી બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની શોધ કરવામાં આવી રહી છે.
75 થી વધુ લોકોની કરાવી છે ‘ઘર વાપસી’
સંતોષ શર્માએ અત્યાર સુધીમાં 75 થી વધુ મુસ્લિમ લોકોને ‘ઘર વાપસી’ની સુવિધા આપી છે. શર્માના જણાવ્યા મુજબ, કોઈપણ વ્યક્તિ જે હિંદુ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવા માંગે છે, તે કાયદેસરના ધર્માંતરણ માટે પહેલા કલેક્ટર કચેરીમાં અરજી કરે છે અને ત્યાંથી મંજુરી મેળવ્યા બાદ જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શર્માએ અત્યાર સુધીમાં ઈન્દોર, મંદસૌર અને શાજાપુરના 75થી વધુ લોકોને હિંદુ ધર્મ અપનાવવામાં મદદ કરી છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્ર એમએલસી ચૂંટણીમાં શરદ પવારે કેવી રીતે ‘No Risk, More Gain’નો જુગાર રમ્યો?