ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

30 લાખ ખાલી પડેલી જગ્યાઓ પર અમે યુવાનોને નોકરી આપીશું: રાહુલ ગાંધી

Text To Speech
  • હિમાચલ પ્રદેશના સિરમૌરના નાહનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રોજગારી અંગે યુવાનોને સંબોધિત કર્યા
  • 30 લાખ નોકરીઓ ખાલી પડી છે તે યુવાનોને આપવામાં આવશેઃ રાહુલ ગાંધી

સિરમૌર, 26 મે: રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નાહનમાં પ્રચાર માટે પહોંચ્યા છે. અહીં તેમણે નોકરીઓને લઈને યુવાનોને સંબોધિત કર્યા છે અને યુવાને ચૂંટણી વચન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘સરકારમાં જે 30 લાખ પડેલી નોકરીઓ છે તે યુવાનોને આપવામાં આવશે.’ તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે ‘પીએમ મોદીએ 2 કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી જીત્યા પછી કંઈ એવું કર્યું નથી. પીએમ મોદીના કહ્યા પ્રણાણે ભરતીઓ થઈ નથી અને જે થઈ એમાં પણ પેપરો લીક થયાની અનેક ઘટનાઓ બની છે.’

અમે તમને 2 કરોડ નોકરીઓ આપવાનું ખોટું વચન નહીં આપીએ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે તમને 2 કરોડ નોકરીઓ આપવાનું ખોટું વચન નહીં આપીએ, અમે જે કરી શકીએ તે કરીશું. અમે ચેક કરાવ્યું છે અને સરકારમાં 30 લાખ નોકરીઓની જગ્યા ખાલી પડી છે. અમે સત્તામાં આવીશું એટલે સૌથી પહેલા આ 30 લાખ જગ્યાઓ ભરીશું.’

રાહુલ ગાંધીનું ચૂંટણી વચન: ‘पहली नौकरी पक्की अधिकार’

તેમણે વધુમાં કહ્યું, ‘અમે મનરેગા હેઠળ લોકોને રોજગારનો અધિકાર આપતા હતા. અમે ભારતના સ્નાતકો માટે નવા અધિકારો લાવવા જઈ રહ્યા છીએ. જેનું નામ છે, ‘पहली नौकरी पक्की अधिकार’.

 

આ પણ વાંચો: કપ-રકાબી ધોઈ અને ચા પીરસીને મોટો થયો છું: ચૂંટણી રેલીમાં PM મોદીએ શું કહ્યું?

Back to top button