ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતમાં તમને હરાવીશું, લેખિતમાં લઈ લોઃ લોકસભામાં ભાજપને રાહુલ ગાંધીનો પડકાર

Text To Speech
  • કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ, NEET અને અગ્નિપથ યોજના જેવા મુદ્દાઓ પર વિપક્ષે ભાજપ સરકારને ઘેરી લીધી

નવી દિલ્હી, 1 જુલાઇ: બે દિવસના વિરામ બાદ આજે સોમવારે ફરી લોકસભા અને રાજ્યસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ, NEET અને અગ્નિપથ યોજના જેવા મુદ્દાઓ પર વિપક્ષે ભાજપ સરકારને ઘેરી લીધી હતી. આ દરમિયાન બંને ગૃહોમાં ભારે હોબાળો પણ થયો હતો. લોકસભામાં રાહુલ ગાંધી ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યા. જેમાં પહેલા તેમણે હિન્દુ સમુદાય પર કરેલી વિવાદિત ટિપ્પણીથી હોબાળો થઈ ગયો અને હવે રાહુલ ગાંધીએ ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે, “તેઓ ભાજપને ગુજરાતમાં હરાવશે.

 

રાહુલ ગાંધીનો ભાજપને ચેલેન્જ ફેંકતા શું કહ્યું?

રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે, આવકવેરા વિભાગ અને ED તમામ નાના વેપારીઓની પાછળ પડેલા રહે છે, જેથી અબજોપતિઓનો રસ્તો સાફ થાય. હું ગુજરાત ગયો. ત્યાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે, અબજોપતિઓનો રસ્તો સાફ કરવા માટે GST નાખવામાં આવ્યો છે. જેના પર કોઈએ પૂછ્યું કે, શું તમે પણ ગુજરાતમાં જાઓ છો ખરા? રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું જાઉં છું.’ તેમણે એમ પણ કહ્યું કે, આ વખતે તેઓ ભાજપને ગુજરાતમાં હરાવી દેશે. “લેખિતમાં લઈ લો, આ વખતે ગુજરાતમાં અમે તમને હરાવીશું”

ઉપરથી ભગવાન PM મોદીને મેસેજ કરે છે, ખટાખટ ખટાખટ: રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, “મણિપુરમાં તેમના માટે અસ્તિત્વ જ ધરાવતું નથી.” તેમણે એક રાહત શિબિરમાં જવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “મને ખબર નથી કે ભગવાન સાથે તેમની શું ટ્યુનિંગ થઈ ગઈ છે. રાત્રે 8 વાગે ભગવાનનો મેસેજ આવ્યો હશે કે, મોદીજી ડિમોનેટાઈઝેશન કરી નાખો. ઉપરથી સીધો મેસેજ આવ્યો, ખટાક. ખટાખટ ખટાખટ ઓર્ડરો આવે છે.” તેના પર સ્પીકરે કહ્યું કે, “પીએમ ગૃહના નેતા છે, આપણે તેમનું સન્માન કરવું જોઈએ.” રાહુલે કહ્યું કે, “હું તેમનું સન્માન કરું છું, આ હું નથી કહી રહ્યો, આ તેમના જ શબ્દો છે.”

આ પણ જુઓ: સમગ્ર હિન્દુ સમાજને હિંસક ન કહેવાયઃ PM મોદીની રાહુલ ગાંધીને ફટકાર, અમિત શાહે માફી માંગવા કહ્યું

Back to top button