ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તીગણતરી કરાવીશું: રાહુલ ગાંધી

  • કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ કર્યું મોટું એલાન
  • બધા કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં કરાશે જાતિ આધારિત ગણતરી

દિલ્હી : કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની સોમવારે (9 સપ્ટેમ્બર) ચાર કલાકની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયાં બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટું એલાન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત ગણતરી કરાવશે, ભાજપ પર દબાણ લાવશે’ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ સહિત પાર્ટીના ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પાર્ટી શાસિત તમામ રાજ્યોમાં જાતિની વસ્તી ગણતરી : રાહુલ ગાંધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સોમવારે યોજાયેલી CWC બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટી શાસિત તમામ રાજ્યોમાં જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. CWCની બેઠકમાં જાતિ ગણતરીનો ઐતિહાસિક નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓએ નિર્ણય લીધો છે કે તેઓ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢમાં જાતિ આધારીત ગણતરી કરાવશે. આ અંગે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

INDIA ગઠબંધનના મોટા ભાગના પક્ષો નિર્ણયથી સહમત : રાહુલ ગાંધી

વધુમાં કહ્યું કે, સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ આ નિર્ણય લીધો છે. INDIA ગઠબંધનના મોટા ભાગના પક્ષો પણ જાતિ ગણતરી પર સહમત થયા છે. કેટલાક પક્ષોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પરંતુ તે ઠીક છે. અમે ફાસીવાદી પક્ષ નથી. પરંતુ ગઠબંધનમાં સામેલ મોટા ભાગના પક્ષો જાતિ આધારિત ગણતરી માટે સંમત થયા છે. આ નિર્ણય ધર્મ કે જાતિ વિશે નથી. આ ગરીબ વર્ગની વાત છે. આ જાતિ વસ્તી ગણતરી ગરીબ લોકો માટે છે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીનો કર્યો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારા ચારમાંથી ત્રણ મુખ્યમંત્રીઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી આવે છે. તે જ સમયે, ભાજપના દસમાંથી માત્ર એક સીએમ ઓબીસી સમુદાયના છે. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી માટે કામ કરતા નથી પરંતુ ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે.

વિધાનસભાની ચૂંટણી વિશે શું કહ્યું રાહુલ ગાંધીએ ?

રાહુલ ગાંધીએ કહ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢમાં ફરી કોંગ્રેસની સરકાર આવી રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે. તેલંગાણામાં પણ તેમની (ભારત રાષ્ટ્ર સમિતિ) સરકાર સત્તા પર જઈ રહી છે.

આ પણ વાંચો :વિધાનસભા ચૂંટણીઃ પક્ષોએ પોતાની જીતના દાવા સાથે શું કહ્યું?

Back to top button