ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમારું એન્કાઉન્ટર થઈ શકે છે : અચાનક બીજી જેલમાં ખસેડવા પર આઝમ ખાનનું નિવેદન

  • જેલમાંથી બહાર આવ્યા બાદ આઝમ ખાને પોતાના એન્કાઉન્ટરનો ભય વ્યક્ત કર્યો
  • ઉત્તર પ્રદેશની રામપુર જેલમાંથી સીતાપુર જેલમાં આઝમ ખાનને ખસેડવામાં આવ્યો
  • નકલી બર્થ સર્ટિફિકેટના મામલામાં કોર્ટે ફટકારી હતી 7 વર્ષની જેલની સજા 

ઉત્તર પ્રદેશ : પુત્રના ડબલ બર્થ સર્ટિફિકેટના મામલામાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને અલગ-અલગ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન જેલમાંથી બહાર આવ્યા બાદ આઝમ ખાને પોતાના એન્કાઉન્ટરનો ભય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “અમારું એન્કાઉન્ટર થઈ શકે છે”. મળતી માહિતી મુજબ, સજા ભોગવી રહેલા આઝમ ખાનને રવિવારે સવારે લગભગ પોણા પાંચ વાગ્યે રામપુર જિલ્લા જેલમાંથી બહાર કાઢીને સીતાપુર જેલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે તેમના પુત્ર અને સ્વાર સીટના પૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમને હરદોઈ જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

આઝમ ખાનની પત્ની અને પૂર્વ રાજ્યસભા સાંસદ તન્ઝીન ફાતિમાને રામપુર જિલ્લા જેલમાં રાખવામાં આવી છે. પુત્ર અબ્દુલ્લા આઝમના ડબલ બર્થ સર્ટિફિકેટના મામલામાં કોર્ટે 18 ઓક્ટોબરે આઝમ ખાન, તેની પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને 7 વર્ષની જેલ અને 50 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે.

આઝમ ખાનને અચાનક બીજી જેલમાં ખસેડવામાં આવ્યો 

સજા બાદ આઝમ ખાનને કડક પોલીસ સુરક્ષા હેઠળ રામપુર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ રવિવારે સવારે 4.40 કલાકે તેને રામપુર જિલ્લા જેલમાંથી બહાર કાઢીને શિફ્ટ કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ, સમાજવાડી પાર્ટીના નેતા આઝમ ખાનને સીતાપુર જેલમાં મોકલવામાં આવ્યા જ્યારે તેમના નાના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને હરદોઈ ખસેડવામાં આવ્યો. આ દરમિયાન જ્યારે આઝમ ખાનને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, “અમારું પણ એન્કાઉન્ટર થઈ શકે છે.”

 

સ્વાર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અબ્દુલ્લા આઝમ

મળતી માહિતી મુજબ, નકલી જન્મ પ્રમાણપત્રનો આ મામલો 2017ની યુપી વિધાનસભા ચૂંટણી સાથે સંબંધિત છે. ત્યારબાદ અબ્દુલ્લા આઝમે સપાની ટિકિટ પર રામપુરની સ્વાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેઓ આ ચૂંટણીમાં પણ જીત્યા હતા. પરંતુ ચૂંટણીના પરિણામો બાદ તેમની સામે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર આરોપ હતો કે, અબ્દુલ્લા આઝમે ચૂંટણી ફોર્મમાં જે ઉંમરનો ઉલ્લેખ કર્યો છે તે હકીકતમાં એટલી ન હતી.

આ પણ જાણો :PFI સામે NIAની કાર્યવાહી, ઉત્તર પ્રદેશ સહિત લગભગ એક ડઝન જગ્યાએ દરોડા

Back to top button