‘સતામણીનો ઓડિયો અમારી પાસે છે’- વિનેશ ફોગાટનો દાવો
WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ અને કેટલાક કોચ પર કેટલીક મહિલા રેસલર્સે ગંભીર આરોપ લગાવ્યા છે. જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે બેઠેલી હરિયાણાની કુસ્તીબાજ વિનેશ ફોગટે મીડિયા સાથે વાત કરી, જ્યાં તેણે કહ્યું, “તમે બધા સાથ આપો, અમારી સાથે બહુ ખરાબ થયું છે.”
અમારી પાસે સતામણીનો ઑડિયો: વિનેશ ફોગાટ
વિનેશે કહ્યું, “છોકરીઓ સાથે સતામણી થતી હતી. અમારી પાસે પુરાવા તરીકે સતામણીનો ઓડિયો પણ છે. વિનેશે કહ્યું, “આજે સાંજે અમારી મીટિંગ છે. અમે અમારી તમામ માંગણીઓ સરકાર સમક્ષ મૂકી રહ્યા છીએ.
તે માંગણીઓ શું છે અને શું બનતું હતું? મીડિયાકર્મીઓના આ સવાલ પર વિનેશે કહ્યું, “આવું જાહેર ન કરી શકું. આ વાત છોકરીઓ સાથે જોડાયેલી છે.
‘આત્મસન્માનની લડાઈ માટે આવ્યા છીએ’
વિનેશ કહે છે કે અમે અહીં આત્મસન્માન માટે લડવા આવ્યા છીએ. તેણે કહ્યું કે અમારા પરિવારના સભ્યો પણ અમને ટેકો આપી રહ્યા છે અને તેઓ કહે છે કે જે થયું તે કોઈ એક છોકરી સાથે નથી થયું… ઘણી છોકરીઓ છે જેમને હેરાન કરવામાં આવી રહી હતી.
શું કુસ્તીબાજોને સરકાર તરફથી મદદ ન મળી? તેના પર તેમણે કહ્યું- અમે શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે અમે સરકારની વિરુદ્ધ નથી. જ્યારે હું મુશ્કેલીમાં હતી ત્યારે પીએમ મારી પડખે ઉભા હતા. તેમણે કહ્યું કે અમે સાથે મળીને સરકારની સામે અમારા વિચારો રજૂ કરીશું. તે સરકારની વાત છે.. પછી અમે તેમને જણાવીશું કે WFIમાં કેવી રીતે શોષણ થયું.