ચંદ્ર પર જઈએ ત્યારે પૃથ્વી પરથી પાણી નહીં લઈ જવું પડે, સપાટીની નીચે વિશાળ જળાશય હોવાનો દાવો


વોશિંગ્ટનઃ ચંદ્ર હંમેશા મનુષ્ય માટે કુતૂહલનો વિષય રહ્યો છે. પરંતુ હવે અહીં રહેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઘણી અવકાશ એજન્સીઓ ચંદ્ર પર બેઝ બનાવવા માંગે છે. પાણી વિના માનવ જીવન શક્ય નથી અને પૃથ્વી પરથી પાણી લાવીને બેઝ ચલાવવો ખૂબ ખર્ચાળ હશે. ચંદ્ર પરના પાણી અંગે વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેની સપાટીની નીચે એટલું પાણી છે કે બેઝની તમામ જરૂરિયાતો પૂરી થઈ જશે.
એક અભ્યાસ મુજબ, પ્રાચીન જ્વાળામુખી ફાટવાથી નીકળતા વાયુઓએ ચંદ્રના ધ્રુવો પર સેંકડો ફૂટ જાડી બરફની ચાદર બનાવી દીધી હશે. સંશોધકોનું માનવું છે કે બેથી ચાર અબજ વર્ષ પહેલાં જે વરાળ બહાર પાડી હતી તેનો પાંચમા ભાગનો ખાડોમાં જમા થયો હશે. કોલોરાડોની યુનિવર્સિટીના સંશોધન મુજબ, ત્યારે ચંદ્રની સપાટી હજારો ચોરસ માઈલ લાંબા લાવાથી ઢંકાયેલી હતી.
રોકેટનું ઈંધણ પણ બનાવી શકાય છે
ભૌતિકશાસ્ત્રી એન્ડ્રુ વિલ્કોસ્કીએ કહ્યું કે, ચંદ્રની ઠંડકને કારણે અમારું માનવું છે કે ત્યાં પાણી હશે. કારણ કે સમય જતાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સંશોધનના સહ-લેખક પ્રોફેસર પોલ હેઈને જણાવ્યું હતું કે, જો ચંદ્ર પર પાણી જોવા મળે છે, તો તે શોધકર્તાઓ માટે વરદાન સાબિત થશે. તેને પીવાની સાથે તેનો ઉપયોગ રોકેટ ઈંધણ તરીકે પણ થઈ શકે છે.
ચંદ્ર પૃથ્વીનું પાણી ખેંચે
ફેરબેંક્સની અલાસ્કા યુનિવર્સિટીના એક સંશોધનમાં તાજેતરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ચંદ્રના પથ્થરોની નીચે બરફના રૂપમાં પૃથ્વી પર પાણી પહોંચ્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, જ્યારે ચંદ્ર પૃથ્વીના મેગ્નેટોસ્ફિયરમાંથી પસાર થાય છે ત્યારે તે પાણી બનાવતા આયનોને આકર્ષિત કરી લે છે.