ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વાયનાડથી પ્રિયંકા ગાંધી આગળ છે કે પાછળ, જાણો લેટેસ્ટ અપડેટ

Text To Speech

Waynad ByPolls: કેરળમાં વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણો મુજબ કોંગ્રેસ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રા આગળ છે. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ અનુસાર, પ્રિયંકા ગાંધી લગભગ 15,000 મતોથી આગળ છે.

વાયનાડમાં કેમ યોજાઈ રહી છે લોકસભા પેટાચૂંટણી

આ સીટ પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ડાબેરી લોકતાંત્રિક મોરચા તરફથી સત્યન મોકેરી મેદાનમાં છે. વાયનાડ લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં લગભગ 65 ટકા મતદાન નોંધાયું હતું, જે એપ્રિલમાં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન નોંધાયેલા મતદાન કરતાં ઓછું હતું. રાહુલ ગાંધીએ સીટ છોડ્યા બાદ વાયનાડમાં પેટાચૂંટણીની થઈ છે. રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. આ પછી તેણે રાયબરેલી સીટ જાળવી રાખી અને વાયનાડ સીટ ખાલી કરી હતી.

પ્રિયંકા પહેલીવાર ચૂંટણી મેદાનમાં

પ્રિયંકા પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં છે, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) એ સત્યન મોકેરીને મેદાનમાં ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે..

સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. વાયનાડ લોકસભા સીટ માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી મેદાનમાં 16 ઉમેદવારો છે.

આ પણ વાંચોઃ ઝારખંડમાં પ્રારંભિક વલણમાં NDAને બહુમત, જાણો કોણ આગળ કોણ પાછળ

Back to top button