ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વાયનાડ ભૂસ્ખલન: અત્યાર સુધીમાં 43 લોકોના મૃત્યુ, 400 પરિવારો ફસાયા, સરકારે હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

Text To Speech

વાયનાડ, 30 જુલાઈ: કેરળના વાયનાડમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. લેન્ડ સ્લાઈડને કારણે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 43 પર પહોંચી ગયો છે. માનવામાં આવે છે કે આ આંકડો હજુ વધી શકે છે. મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે 1 વાગ્યાથી વાયનાડના મેપ્પડી, મુબાદક્કાઈ અને ચુરલ માલા પહાડીઓ પર ભૂસ્ખલન થયું છે.

ભૂસ્ખલન ક્યારે થયું?

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ ભૂસ્ખલન વાયનાડમાં રાત્રે 1 વાગ્યે મુબાદક્કાઈમાં થયો હતો. પછીનો ભૂસ્ખલન ચુરલ માલા ખાતે વહેલી સવારે 4 વાગ્યે થયો હતો. તે સમયે બચાવ કામગીરી ચાલી રહી હતી. શિબિર તરીકે સેવા આપતી એક શાળા, એક ઘર, એક શાળા બસ આ બધું જ પૂર અને કાદવ અને પાણીથી ભરાઈ ગયું હતું.

સરકારે કર્યો હેલ્પલાઈન નંબર જાહેર

કેરળના આરોગ્ય વિભાગે કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. સરકારે કોઈપણ કટોકટીની સહાય માટે હેલ્પલાઈન નંબર 9656938689 અને 8086010833 જારી કર્યા છે. મળતી માહિતી મુજબ ભૂસ્ખલનથી સૌથી વધુ નુકસાન ચુરલમાલા અને મુંડક્કાઈ ગામમાં થયું છે. આ બંને ગામોનો એક ભાગ લેન્ડ સ્લાઈડને કારણે ધોવાઈ ગયો છે. અહીં લેન્ડ સ્લાઈડના કાટમાળ નીચે રિસોર્ટ અને કેટલાક હોમ સ્ટેસ સહિત અનેક મકાનો દટાઈ ગયા છે. નદી પરનો પુલ તૂટવાને કારણે રેસ્ક્યુ ટીમ મુંડક્કયી ગામ સુધી પહોંચી શકી નથી. પ્રતિકૂળ હવામાનને કારણે હેલિકોપ્ટર પણ ત્યાં લઈ જઈ શકાતા નથી.

400 પરિવારો ફસાયા

અહેવાલો અનુસાર, ચુરલ માલા શહેરમાં એક પુલ તૂટી પડતાં લગભગ 400 પરિવારો ફસાયા છે. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને ઘણા બધા ઘરો ધોવાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે હાલ નુકશાનીનો અંદાજ લગાવી શકાય તેમ નથી.

બચાવ કામગીરી ચાલુ

ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, NDRF અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના 250 સભ્યો ભૂસ્ખલન સ્થળ પર બચાવ કામગીરી કરી રહ્યા છે. કેરળ સરકારે 122 ઇન્ફન્ટ્રી બટાલિયન (TA) મદ્રાસના બચાવ ટુકડીઓની માંગણી કરી છે.

આ પણ વાંચો: ઝારખંડમાં મોટી રેલ દુર્ઘટના, ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના ડબ્બા પાટા પરથી ઉતર્યા

Back to top button