ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

થાઈલેન્ડમાં લેહરાવ્યો તિરંગો: નિખત ઝરીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

Text To Speech

નવી દિલ્હીઃ ભારતની વધુ એક સિદ્ધિ, ઉભરતી બોક્સર નિખત ઝરીને ઈસ્તાંબુલમાં વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં થાઈલેન્ડની જીતપોગ જુટામાસને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જર્યો છે. નિખત ઝરીને આ ગોલ્ડ મેડલ 52 કિગ્રા વજન વર્ગ (પ્લાય વેઇટ)માં જીત્યો છે. નિખત ઝરીને સેમિફાઇનલમાં બ્રાઝિલની કેરોલિન ડી અલ્મેડાને હરાવી હતી. તેણે આ મેચ પણ એકતરફી વર્ચસ્વ સાથે જીતી લીધી હતી. આ સાથે તેણે એમસી મેરી કોમની બરાબરી કરી લીધી છે. તે જુનિયર કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ સિદ્ધિ મેળવનારી તે પાંચમી ભારતીય મહિલા બોક્સર બની ગઈ છે.છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખા સી એકમાત્ર ભારતીય મહિલા બોક્સર છે જેમણે વર્લ્ડ ટાઇટલ જીત્યા છે. હવે આ યાદીમાં હૈદરાબાદની બોક્સર ઝરીન પણ સામેલ થઈ ગઈ છે.

બોક્સિંગમાં નિખાત ઝરીને ગોલ્ડ મેડલ જીત્યો: ફાઈનલ મેચમાં જજોએ ભારતીય બોક્સરની તરફેણમાં 30-27, 29-28, 29-28, 30-27, 29-28થી માત આપી હતી. વર્ષ 2008માં મેરી કોમે જીતેલા ગોલ્ડ મેડલ બાદ આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. આ સાથે જ આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં ભારતનો આ 10મો ગોલ્ડ મેડલ છે. 24 વર્ષીય નિખતે થાઈલેન્ડના બોક્સર જુતામાસ જીતપોંગને એકતરફી મુકાબલામાં 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

નિખત પહેલા મેરી કોમ વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ 6 વખત (2002, 2005, 2006, 2008, 2010, 2018) ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. આ સિવાય સરિતા દેવી (2006), જેની આરએલ (2006) અને લેખા કેસી (2006)એ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતવાનું કારનામુ કર્યું છે.

ફાઈલ ફોટો

આ ટુર્નામેન્ટમાં ભારતની 12 સભ્યોની ટુકડીએ ભાગ લીધો હતો. જેમા ઝરીનના ગોલ્ડ મેડલ ઉપરાંત, મનીષા સોમ (57 કિગ્રા) અને નવોદિત પરવીન હુડ્ડાએ (63 કિગ્રા) બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અત્યાર સુધી 11 ટૂર્નામેન્ટમાં નવ ગોલ્ડ, આઠ સિલ્વર અને 19 બ્રોન્ઝ સહિત 36 મેડલ જીત્યા છે. આ મામલે માત્ર રશિયા (60 મેડલ) અને ચીન(50 મેડલ) ભારત કરતાં આગળ છે.

Back to top button