ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

રામલલાના જળાભિષેક માટે પાકિસ્તાન સહિત 155 દેશોમાંથી જળ એકત્ર કરાયું

અયોધ્યા, 04 જાન્યુઆરી:  ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં તડામાર તૈયારી ચાલુ છે. આ મંદિરના નિર્માણમાં દરેક નાગરિકોની મહેનત અને ભગવાન રામ પ્રત્યેની ભાવનાઓની ઝાંખી પ્રદર્શિત થાય છે. મંદિરના નિર્માણમાં સહભાગી થવા કેટલાક લોકોનો અમૂલ્ય ફાળો પણ રહેલો છે. દિલ્હી સ્થિત એનજીઓ દિલ્હી સ્ટડી ગ્રૂપના સભ્યોએ વિશ્વના સાત ખંડોમાંથી 155 નદીઓમાંથી લાવવામાં આવેલું જળ રામ મંદિરમાં જળાભિષેક દ્વારા અર્પણ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Vijay Jolly (@vijayjolly)

155 દેશોમાંથી જળ એકઠું કરવામાં આવ્યું

જળાભિષેક માટે દુનિયાના વિવિધ દેશમાંથી નદીનાં જળ લાવવામાં આવ્યા છે જેમાં સૂરીનામ, કઝાકિસ્તાન, તિબેટ, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જ્યોર્જિયા, સ્વિટ્ઝરલેન્ડ, ઈટાલી, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ડેનમાર્ક, અરબ દેશોનો સમાવેશ થાય છે. આ દેશોની નદીઓ સહિત કુલ 155 નદીમાંથી ભગવાન રામને જળાભિષેક કરવા માટે જળ લાવવામાં આવ્યું હતું. વિજય જોલીએ જળાભિષેક સમયે જણાવ્યું હતું કે, વિશ્વના સાતેય ખંડોના માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓએ પણ આ આ પવિત્ર કાર્યમાં સહકાર આપ્યો હતો. મહત્ત્વનું છે કે, વિશ્વમાં કોરોના મહામારી ટોચ પર હતી ત્યારે દિલ્હી સ્ટડી ગ્રૂપના સભ્યોએ વિવિધ દેશોમાં જઈ અઢી વર્ષના સમયગાળામાં જળ એકઠું કર્યું હતું.

મહત્ત્વનું છે કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો ત્યારે દેશભરમાંથી લગભગ 1000 જગ્યાએથી જળ અને માટી લાવવામાં આવી હતી અને અર્પણ કરવામાં આવ્યું હતું. જેને જોતા ભાજપના નેતા ડૉ. વિજય જોલીને રામ મંદિરમાં જળાભિષેક કરવા વિશ્વના દેશોની પવિત્ર નદીઓમાંથી જળ લાવવાનો વિચાર આવ્યો હતો.

બાબરના જન્મસ્થળથી પણ જળ લવાયું

દિલ્હી સ્ટડી ગુપ્રે 2020માં શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે વિશ્વભરની નદીઓ અને મહાસાગરોમાંથી પાણી એકત્ર કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. આ સંસ્થાના પ્રમુખ અને દિલ્હીના ભાજપના પૂર્વ ધારાસભ્ય વિજ્ય જોલીએ દેશ-વિદેશમાં ફરીને જળ એકત્ર કર્યું હતું. જેનો જળાભિષેક ભગવાન રામના જન્મદિન નિમિત્તે 23 એપ્રિલ 2023માં રામ મંદિરમાં કરાયો હતો. જળાભિષેક માટે મુઘલ સમ્રાટ બાબરના જન્મસ્થળ ઉઝબેકિસ્તાનના આંદીજાન શહેરથી પણ પ્રખ્યાત કશાક નદીનું પવિત્ર જળ લાવવામાં આવ્યું હતું. ખાસ વાત આ છે કે પાડોશી દેશ પાકિસ્તાનની રાવી નદીમાંથી પણ ભગવાન રામને ચઢાવવવા માટે જળ લાવવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ પાકિસ્તાનમાંથી આ જળ ત્યાં વસતા હિંદુ સમુદાયના લોકો દ્વારા દુબઈ પહોંચાડવામાં આવ્યું ત્યારબાદ તેને દુબઈથી દિલ્હી લવાયું હતું.

પ્રાણ પ્રતિષ્ઠામાં 4 હજાર લોકોને આમંત્રણ

મુગલોના પ્રથમ સમ્રાટ બાબરને અયોધ્યામાં રામલલા મંદિરને તોડીને તેની જગ્યાએ બાબરી મસ્જિદ બનાવવા માટે દોષિત માનવામાં આવે છે. પરંતુ હવે બાબરી મસ્જિદની જગ્યાએ એક વિશાળ અને ભવ્ય રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જે પૂર્ણ થયા પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર હશે. રામલલાના આ ભવ્ય મંદિરનો અભિષેક સમારોહ 22મી જાન્યુઆરીએ યોજાશે, આને વૈશ્વિક ઈવેન્ટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહ માટે 4,000થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે રામલલ્લાના અભિષેક સમારોહ માટે વિવિધ સ્થળોએથી વિશેષ વસ્તુઓ લાવવામાં આવી રહી છે. હવે આ અભિષેક સમારોહ સાથે મુગલ બાદશાહ બાબર પણ જોડાઈ ગયો છે.

આ પણ વાંચો: રામમંદિર માટે પ્રસાદીના 20 હજાર બોક્સ અમદાવાદથી અયોધ્યા જશે, જાણો એક બોક્સમાં શું શું હશે?

Back to top button