ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ આવતા જળબંબાકારની સ્થિતિ

Text To Speech
  • તંત્ર દ્રારા પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે
  • જામનગરના સર્કીટ હાઉસમાં ઘૂંટણસમા પાણી ભરાયા
  • શહેરના પુનિતનગરમાં પણ કેડ સમા પાણી ભરાયા

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ આવતા જળબંબાકારની સ્થિતિ છે. જેમાં રાત્રે પણ વરસાદ અવિરત આવ્યો છે. ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે ત્યારે જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તેમાં જામનગરના સર્કીટ હાઉસમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

આ પણ વાંચો: દ્વારકામાં વર્તુ-2 ડેમના 20 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા

શહેરના પુનિતનગરમાં પણ કેડ સમા પાણી ભરાયા

જામનગરના ગ્રામ્ય વિસ્તાર લાલપુર અને જામજોધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે. ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. ભીમવાસ વિસ્તારમાં પાણી ભરાયા છે તો રોડ પર કમર સુધી પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. જામનગર શહેરના પૂનિતનગરમાં પણ કેડ સમા પાણી ભરાયા છે, જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે.

સામાન્ય વરસાદમાં પણ શહેરમાં પાણી ભરવાની સમસ્યા

સાથે સાથે લોકોએ તંત્ર પર આક્ષેપ કર્યા છે કે,સામાન્ય વરસાદમાં પણ શહેરમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે. પૂનિતનગરમાં તો દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. છેલ્લા બે દિવસથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પાણી ભરાતા જન જીવન ઠપ થયું છે. સાથે સાથે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્રારા પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

Back to top button