ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં પાણીની પરાયણ, આગામી દિવસોમાં પાણીનો કકળાટ વધે તેવો વર્તારો

Text To Speech
  • 4 જિલ્લાના 24 ગામમાં ટેન્કરના 46 ફેરા શરૂ થયા
  • રાજકોટના વીંછિયાના બે ગામોમાં ટેન્કરના ચાર ફેરા
  • ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના ગામડાંમાં પાણીના ટેન્કરોની દોડાદોડ

ઉનાળાની શરૂઆત થતાં જ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. આ સાથે જ ગામડાંઓમાં ટેન્કરોની દોડાદોડ શરૂ થઈ છે. રાજ્યના બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ એમ પાંચ જિલ્લાના 24 ગામોમાં ટેન્કરના 46 ફેરા મારફત લોકોને પીવાનું પાણી પૂરું પડાયું છે.

આ પણ વાંચો: સરકારના જ બે વિભાગ, ખરીદી એક જ પ્રકારની પણ કૌભાંડ આચરવા ભાવ જુદા

ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના ગામડાંમાં પાણીના ટેન્કરોની દોડાદોડ

14મી એપ્રિલના ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડના આ આંકડા છે. આગામી દિવસોમાં આકરો ઉનાળો બેસે એટલે પીવાના પાણીની બુમરાણ વધુ ઊઠે તેવો સ્પષ્ટ વર્તારો છે. ઉનાળાની એન્ટ્રી થતાં જ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થયું છે. એકલા કચ્છ જિલ્લાના 18 ગામોમાં 9 ટેન્કરના 33 ફેરા મારફત લોકોને પીવાનું પાણી અપાયું છે. જેમાં ભચાઉ તાલુકાના બે ગામો, ભૂજના લુણા, સારદા, કુરણ સહિતના આઠ ગામો, રાપર તાલુકાના અદેસર, લાખાગઢ, સાનવા, સેલારી સહિતના આઠ ગામોમાં ટેન્કર મારફત પીવાનું પાણી પૂરુ પડાયું છે, એ જ રીતે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના બે ગામોમાં ટેન્કરના સાત ફેરા મારવા પડયા છે.

રાજકોટના વીંછિયાના બે ગામોમાં ટેન્કરના ચાર ફેરા

રાજકોટના વીંછિયાના બે ગામોમાં ટેન્કરના ચાર ફેરા અને બનાસકાંઠાના થરાદ અને વાવમાં ટેન્કરના એક એક ફેરા મારફત લોકોને પીવાનું પાણી પૂરું પડાયું છે. ગરમીની શરૂઆતથી જ છેવાડાના વિસ્તારોમાં ટેન્કરોની દોડાદોડ વધી છે, ખાતાકીય અને ખાનગી ટેન્કરો મારફત પાણીની સવલત કરાઈ રહી છે.

Back to top button