ટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

અયોધ્યામાં ‘વોટર મેટ્રો’ શરુ, એક સાથે 50 મુસાફરો કરી શકશે મુસાફરી

  • રામલલાના દર્શન કર્યા બાદ અયોધ્યા આવતા ભક્તો હવે વોટર મેટ્રોનો આનંદ માણી શકશે, એક સાથે 50 મુસાફરોને બેસવાની મળશે સુવિધા

અયોધ્યા, 24 ફેબ્રુઆરી: રામનગરી અયોધ્યામાં ભક્તો હવે ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કર્યા બાદ અનોખી ‘વોટર મેટ્રો’નો આનંદ માણી શકશે. આ વોટર મેટ્રો સંત તુલસીદાસ ઘાટથી સરયુ નદીના ગુપ્તા ઘાટ સુધી દોડશે. આ બંને ઘાટ વચ્ચે લગભગ 14 કિલોમીટરનું અંતર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વોટર મેટ્રોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે એપ્રિલમાં કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે કોચીની આસપાસના 10 ટાપુઓને જોડે છે.

શું છે અયોધ્યાની વોટર મેટ્રોની ખાસિયત?

અયોધ્યામાં દોડવા જઈ રહેલી વોટર મેટ્રોમાં એક સાથે 50 મુસાફરો મુસાફરી કરી શકશે. આ વોટર મેટ્રોમાં એર કન્ડીશનીંગ છે. તેનું નામ ‘કાટા મેરન વેસલ બોટ’ છે. વોટર મેટ્રોને ચાર્જ કરવા માટે સંત તુલસીદાસ ઘાટ અને ગુપ્તર ઘાટ પર ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. એકવાર ચાર્જ કર્યા પછી, વોટર મેટ્રો એક કલાક ચાલશે. આ વોટર મેટ્રોમાં પેસેન્જરોની જાણકારી માટે ‘ડિસ્પ્લે બોર્ડ’ પણ લગાવવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સીનો સામનો કરવા માટે આ મેટ્રોમાં લાઈફ સેવિંગ જેકેટ અને અન્ય સાધનો પણ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કાશ્મીરી પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને મલાલાની ઝાટકણી કાઢી

પીએમ મોદીએ વારાણસીમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

પીએમ મોદીએ શુક્રવારે વારાણસીમાં 13000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના દૂધ પ્રોસેસિંગ યુનિટ બનાસ કાશી સંકુલની પણ મુલાકાત લીધી હતી, જે વારાણસીના કારખીયાવનમાં યુપીઆઈડીએસ એગ્રો પાર્કમાં બનાવવામાં આવી છે અને લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે વારાણસીની મુલાકાત દરમિયાન રોજગાર પત્રો અને GI-અધિકૃત વપરાશકર્તા પ્રમાણપત્રો પણ આપ્યા. PM મોદીએ શુક્રવારે ​​જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું તેમાં રોડ, રેલ, ઉડ્ડયન, પ્રવાસન, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, શહેરી વિકાસ અને સ્વચ્છતા જેવા મહત્ત્વના ક્ષેત્રોના પ્રોજેક્ટ્સ સામેલ હતા.

આ પણ વાંચો: PM મોદી કાશીમાં અડધી રાત્રે CM સાથે રસ્તાનું નિરીક્ષણ કરવા નીકળ્યા

Back to top button