ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના જળાશયો તળિયાઝાટક ! ઘેરું બન્યું જળસંકટ !

Text To Speech

ઉનાળાના અંતિમ તબક્કામાં જળાશયો તળિયા ઝાટક થતા ગુજરાતમાં જળસંકટ ઘેરું બન્યું છે. જળસંકટ વધુ ઘેરું બનશે તો પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતા છે. વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યું છે…જયારે ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પણ જળસંગ્રહમાં ઘટાડો થયો છે..જેને લઈને રાજયમાં ચોમાસું મોડું બેસે તો જળસંકટ ગંભીર બની શકે છે.

ગુજરાતમાં જળસંકટની સ્થિતિ
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 13.19 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 38.95 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 52.06 અને કચ્છના 20 જળાશયોમાં 15.36 ટકા પાણી છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 30.03 ટકા પાણી રહ્યું છે…અને ગુજરાતના જળાશયોમાં પાંચ એપ્રિલ સુધીમાં 52.93 ટકા જળસંગ્રહ હતો. જેમાં દોઢ મહિનામાં 7 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આમ, ઘટતા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા છે.

ચોમાસું મોડું બેસે તો..ઘેરું બનશે જળસંકટ !
ગુજરાતના જળાશયોમાં એપ્રિલ મહિના સુધીમાં ૫૨.૯૩% જળસંગ્રહ હતો. જેમાં દોઢ મહિનામાં ૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. એપ્રિલની જ સ્થિતિએ ઉત્તર ગુજરાતના ૧૬ જળાશયોમાં ૧૬.૧૬%, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૯.૬૮%, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૮.૦૩%, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૬.૩૯% જ્યારે કચ્છના ૨૦ જળાશયોમાં ૨૩.૨૨% જળસંગ્રહ હતો. જેની સરખામણીએ હાલ ઉત્તર ગુજરાતમાં ૧૩.૧૯ ટકા, મધ્ય ગુજરાતમાં ૩૮.૯૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૨.૦૬ ટકા, કચ્છમાં ૧૫.૩૬ ટકા અને સૌરાષ્ટ્રમાં ૩૦.૦૩ ટકા જળ સંગ્રહ છે. આમ, ચોમાસું મોડું બેસે તેવી સ્થિતિમાં ગુજરાતમાં જળસંકટ વધુ ઘેરું બની શકે છે.

ગુજરાતના પાંચ જળાશયો હાલમાં એવા છે જ્યાં જળસંગ્રહ ૨૦ ટકાથી પણ ઓછો છે. જેમાં સિપુ, હાથમતી, બ્રહ્માણી, દાંતીવાડા, ઉંડ-૧ અને વાત્રકનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના સિપુમાં માત્ર ૦.૪૪%નો જળસંગ્રહ રહ્યો છે. ગુજરાતના અન્ય મોટા ડેમમાંથી શેત્રુંજીમાં ૩૨.૬૨%, ધરોઇમાં ૧૭.૮૫ ટકા, મચ્છુ-૧માં ૨૩.૩૯ ટકા, મચ્છુ-૨માં ૫૫.૯૫ ટકા, કરજણમાં ૬૦.૯૬ ટકા, ભાદરમાં ૪૧.૯૩ ટકા, દમણગંગામાં ૪૨.૩૧ ટકા અને ઉકાઇમાં ૫૨.૬૯ ટકા જળસંગ્રહ છે.હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ૧૦ થી ૧૫ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઇ શકે છે. ૧૫ થી ૨૦ જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહે તેવી સંભાવના છે.

Back to top button