એજ્યુકેશનટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

અવકાશમાં ફરતા એસ્ટરોઇડ પર પહેલીવાર પાણી મળ્યું છે

નાસા, 16 ફેબ્રુઆરી : એક મોટી શોધ થઈ છે. પ્રથમ વખત એસ્ટરોઇડ પર પાણી મળી આવ્યું છે. આ શોધ નાસાની સોફિયા એટલે કે સ્ટ્રેટોસ્ફેરિક ઓબ્ઝર્વેટરી ફોર ઇન્ફ્રારેડ એસ્ટ્રોનોમી દ્વારા કરવામાં આવી છે. જે એક ફ્લાઈંગ લેબોરેટરી છે, જેને નાસા દ્વારા ખાસ એરક્રાફ્ટમાં બનાવવામાં આવી છે. આ બ્રહ્માંડમાં ઘણા નવા ઘટસ્ફોટ લાવશે. શું આનાથી ખબર પડી શકે છે કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? જે બે એસ્ટરોઇડમાં પાણી જોવા મળ્યું છે તેના નામ આઇરિસ અને મસાલિયા છે.

આ બંને એસ્ટરોઇડ સિલિકેટથી ભરેલા છે. નાસાએ જે પ્લેનનો ડેટા એકત્ર કરીને આ શોધ કરી હતી તે પ્લેન હવે નિવૃત્ત થઈ ગયું છે. આ પ્લેનમાં એક ટેલિસ્કોપ લાગેલું છે. જેણે ચાર એસ્ટરોઇડ પર નજર રાખી હતી. જે ચારેય સિલિકેટથી ભરેલા હતા. પરંતુ પાણી માત્ર બે જ એસ્ટરોઇડ  પર જોવા મળ્યું હતું. આ પ્લેનને નાસા અને જર્મન એરોસ્પેસ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે સંચાલિત કરવામાં આવતું હતું.

સોફિયામાં એક ફેઇન્ટ ઓબ્જેક્ટ ઇન્ફ્રારેડ કેમેરા (ફોરકાસ્ટ) લાગેલા છે, જેણે આઇરિસ અને મસાલિયા એસ્ટરોઇડ પર પાણીની શોધ કરી છે. અવકાશમાં ગ્રહો, ઉલ્કાઓ અને લઘુગ્રહોની સપાટી પર પાણીની શોધ સપાટી પર પડતા પ્રકાશની વિવિધ તરંગલંબાઇ દ્વારા કરવામાં આવે છે.

ગ્રહોના નિર્માણ માંથી નીકળે છે એસ્ટરોઇડ 

આ અંગે સાન એન્ટોનિયોમાં સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનિ એનિસિયા અરેડોન્ડોએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ ગ્રહ બને છે ત્યારે તેમાંથી એસ્ટરોઇડ્સનું પણ નિર્માણ થાય છે. જેમાં ઘણા ગ્રહોની સપાટીનું મિશ્રણ હોઈ શકે છે. અથવા તેમાં માત્ર એક ગ્રહની જમીનની રચના પણ હોઈ શકે છે. જ્યારે તમે તેમના પર પ્રકાશની વિવિધ તરંગલંબાઇઓ પડે છે, ત્યારે આવા વિવિધ પદાર્થોની શોધ થાય છે.

ચંદ્રના ક્રેટર્સમાં પણ પાણીની શોધ કરી હતી

એનિસિયાએ કહ્યું કે અગાઉ પૃથ્વી પર મોકલવામાં આવેલા એસ્ટરોઇડ સેમ્પલમાં પાણીની હાજરી જોવા મળી છે. પરંતુ અવકાશમાં ફરતા એસ્ટરોઇડ પર પ્રથમ વખત પાણી જોવા મળ્યું છે. આ અગાઉ સોફિયાએ ચંદ્રની સપાટીના દક્ષિણ ભાગમાં હાજર ક્રેટર્સમાં પણ પાણીની શોધ કરી હતી.

આઇરિસ-માસાલિયા કદમાં ખૂબ મોટા છે

આઇરિસ અને મસાલિયા પર ચારે બાજુ પાણી ફેલાયેલું છે. પરંતુ આ કણોના રૂપમાં છે. જ્યારે સૂર્યપ્રકાશ આ એસ્ટરોઇડ્સ પર પડે છે, ત્યારે અંહી પાણી છે એવી ખબર પડે છે. આઇરિસ 199 કિલોમીટર અને મસાલિયા 135 કિલોમીટર પહોળી ઉલ્કાઓ છે. તેમની ભ્રમણકક્ષા પણ અલગ છે. સરેરાશ રીતે તેઓ સૂર્યથી 2.39 ખગોળીય એકમો જેટલા દૂર છે.

બ્રહ્માંડના રહસ્યો જાહેર કરશે એસ્ટરોઇડ 

જરૂરી નથી કે તમામ સિલિકેટથી ભરેલા એસ્ટરોઇડમાં પાણી હોય. પરંતુ આ બંને એસ્ટરોઇડ્સ પર પાણીના કણો મોટી માત્રામાં હાજર છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વી પર પાણી એસ્ટરોઇડ દ્વારા જ આવ્યું હતું. ત્યારબાદ પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ થઈ. તેથી, અવકાશમાં ફરતા એસ્ટરોઇડનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ બની જાય છે.

આ પણ વાંચો : જર્મની પાસે બાલ્ટિક સમુદ્રમાં મળી 11 હજાર વર્ષ જૂની દિવાલ

Back to top button