ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં આ વિસ્તારોમાં પાણીકાપ, જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ

  • પાણીના ઉપલબ્ધ જથ્થાના આધારે શુક્રવારે સવારે અને સાંજે પાણી પુરવઠો અપાશે
  • નવરંગપુરા, આંબાવાડી, પાલડી, વાસણા, વગેરે વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ
  • ટેક્નિકલ કારણોસર કોતરપુર વોટર વર્કસમાં શટડાઉન છે

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી કાપ આપવામાં આવ્યો છે. જેમાં જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ છે. તેમાં આજે સાંજે સાબરમતી, નારણપુરા, પાલડી, વાસણા સહિતના વિસ્તારોમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ વરસાદની માહોલની આગાહી, જાણો કયા પડશે ધોધમાર વરસાદ 

પાણીના ઉપલબ્ધ જથ્થાના આધારે શુક્રવારે સવારે અને સાંજે પાણી પુરવઠો અપાશે

પાણીના ઉપલબ્ધ જથ્થાના આધારે શુક્રવારે સવારે અને સાંજે પાણી પુરવઠો અપાશે. તેમજ ટેક્નિકલ કારણોસર કોતરપુર વોટર વર્કસમાં શટડાઉન છે. તેથી સાંજનો પાણી સપ્લાય બંધ રહેશે. AMC ઈજનેર વિભાગ દ્વારા જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ છે. જેમાં AMC સંચાલિત કોતરપુર વોટર વર્ક્સમાં ટેકનિકલ કારણોસર વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સ શટડાઉન કરવાને કારણે આજે સાંજના સમયે પાણીનો સપ્લાય બંધ કરશે અને તેના લીધે શહેરના રાણીપ સિવાયના પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં પાણી કાપનો સામનો કરવો પડશે. તા. 24 નવેમ્બર, શુક્રવારે સવારે અને સાંજના સમયે પાણીના ઉપલબ્ધ જથ્થાને આધારે પાણીનો સપ્લાય આપવામાં આવશે. નાગરિકોની સરળતા માટે AMC ઈજનેર વિભાગ દ્વારા જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઈન ફ્લૂ ધીમી ગતિએ વકર્યો

નવરંગપુરા, આંબાવાડી, પાલડી, વાસણા, વગેરે વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ

સાંજે સાબરમતી, વાડજ, નારણપુરા, નવરંગપુરા, આંબાવાડી, પાલડી, વાસણા, વગેરે વિસ્તારમાં પાણીનો સપ્લાય આપવામાં આવશે નહીં. આમ, વિસ્તારોના રહીશોને સાંજે પાણી કાપનો સામનો કરવો પડશે. AMC ઈજનેર વોટર પ્રોજેક્ટ અંતર્ગત કોતરપુર વોટર વર્ક્સનો પાણી પુરવઠો શહેરના પશ્ચિમ ઝોનનાં વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનોને પૂરો પાડવા 6 માટે કોતરપુર વોટર વર્ક્સના ત્રણ – વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરવામા આવનાર છે અને કોતરપુર વોટર વર્ક્સથી તપોવન સર્કલ થઈ પ્રમુખસ્વામી મહારાજ રોડ (સૃષ્ટિ આર્કેડ) સુધી જુદા જુદા વ્યાસની એમએસ પાઈપલાઈન નાખી હયાત 1300 મિમી વ્યાસની લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી કરવાની છે.

Back to top button