ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં ભર ઉનાળે બે દિવસ આ વિસ્તારોમાં પાણીકાપ

Text To Speech
  • શહેરમાં 20 અને 21 મેના રોજ પાણીકાપ
  • પાઇપલાઈનમાં સમારકામની કામગીરીને લઈને નિર્ણય
  • 21 મેના રોજ વોર્ડ નંબર 7, 14 અને 17માં પાણી બંધ

રાજકોટ શહેરમાં ભર ઉનાળે બે દિવસ પાણીકાપ આપવામાં આવ્યો છે. જેમાં શહેરમાં 20 અને 21 મેના રોજ પાણીકાપ આપવામાં આવ્યો છે. પાઇપલાઈનમાં સમારકામની કામગીરીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વર્ષમાં ટર્નઓવર 5 કરોડથી વધ્યું તો કરવુ પડશે આ કામ 

નંબર 7, 14 અને 17માં પાણીકાપ કરવામાં આવશે

20 મેના રોજ વોર્ડ નંબર 11, 12 અને 13માં પાણીકાપ આપવામા આવશે. તેમજ 21 મેના રોજ વોર્ડ નંબર 7, 14 અને 17માં પાણીકાપ કરવામાં આવશે. ભાદરથી રાજકોટ આવતી પાણીની પાઇપ લાઈનમાં લીકેજ સમારકામની કામગીરીને પગલે પાણીકાપ આપવામાં આવશે. જેમાં તારીખ 20નાં રોજ ગોંડલ રોડ ઉપર આવેલા વોર્ડ નંબર 13 વાવડીનાં 11 અને 12નાં પાર્ટ વિસ્તારોમાં પાણી વિતરણ ઠપ્પ રહેશે.

આ પણ વાંચો: સાબરકાંઠા કલેકટરે જાહેર હિતાર્થે વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા

વોર્ડ નંબર 7, 14 અને 17 પાર્ટ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ

તારીખ 21નાં રોજ ઢેબર રોડ ઉપર આવેલા વોર્ડ નંબર 7, 14 અને 17 પાર્ટ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેવાનું છે. તેમજ નવલનગર, કૃષ્ણ નગર, ત્રિવેણી નગર, સમ્રાટ ઇન્ડસ્ટ્રી એરિયા, પંચશીલ સોસાયટી, ગુરુ પ્રસાદ સોસાયટી, અંબાજી કડવા પ્લોટ, રામનગર, ટપુ ભવન પ્લોટ, અંબિકા ટાઉનશીપ, રસુલપરા પુનિત પાર્ક સહિતની સોસાયટીમાં તારીખ 20નાં રોજ પાણી આપવામાં આવશે નહીં.

Back to top button