ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત પર પાણીનું સંકટ, જાણો 207 ડેમમાં કેટલો જથ્થો બચ્યો

  • 9 જિલ્લાના 80થી વધુ ગામોમાં પીવાના પાણીને લઈ કકળાટ
  • 207 ડેમોમાં અત્યારે 40.92 ટકા પાણીનો જથ્થો બચ્યો
  • બનાસકાંઠા જિલ્લામાં 14.97 ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ બચ્યો

ગુજરાતના ડેમોમાં પાણીના તળ નીચે જવા લાગ્યાં છે. જેમાં 207 ડેમમાં 40.92 ટકા પાણી બચ્યું છે. તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માંડ 21.33 ટકા પાણી બચ્યું છે. તથા ઉત્તર અને મધ્ય ગુજરાતના ડેમોમાં પાણીનો 34 ટકા જેટલો સંગ્રહ છે. તેમજ ગુજરાતના 207 ડેમોમાં અત્યારે 40.92 ટકા પાણીનો જથ્થો બચ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂ લાવવાનો બુટલેગરે નવો આઇડિયા અપનાવ્યો તોય પકડાયો 

9 જિલ્લાના 80થી વધુ ગામોમાં પીવાના પાણીને લઈ કકળાટ

ગુજરાતના 207 ડેમોમાં અત્યારે 40.92 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં માંડ 21.33 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે જ્યારે કચ્છના 20 ડેમોમાં 29.05 ટકા પાણી સંગ્રહાયેલો છે. કેટલાક ડેમો સુકાભઠ્ઠ થવા લાગ્યા છે. બીજી તરફ રાજ્યના નવ જિલ્લાના 80થી વધુ ગામોમાં અત્યારે પીવાના પાણીને લઈ કકળાટ શરૂ થયા છે. ગત વર્ષ કરતાં અત્યારે ગુજરાતના ડેમોમાં પાણી ઓછું છે.

આ પણ વાંચો: અમદાવાદ: પાડોશી સાથે ઝઘડો થતા શખ્સે ફાયરિંગ કરતાં પોતાને જ ગોળી વાગી

સરદાર સરોવર ડેમમાં અત્યારે 47.58 ટકા પાણીનો સંગ્રહ

નર્મદા વિભાગના ડેટા પ્રમાણે સરદાર સરોવર ડેમમાં અત્યારે 47.58 ટકા પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 અને મધ્ય ગુજરાતના 17 ડેમમાં 34-34 ટકા જેટલું પાણી બચ્યું છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 42.23 ટકા પાણી છે. ડેમોમાં પાણીના જીવંત સંગ્રહની સ્થિતિ જોઈએ તો રાજકોટમાં 21 ટકા જ જથ્થો બચ્યો છે, ગુજરાતમાં હાલમાં સૌથી વધુ ટેન્કરોની દોડાદોડ રાજકોટમાં છે. ભાવનગર જિલ્લામાં પાણીનો જીવંત સંગ્રહ 18.77 ટકા, જામનગરમાં 9.85 ટકા છે. બાટોદમાં 9.09 ટકા, મોરબીમાં 26.05 ટકા, સુરેન્દ્રનગરમાં 22.99 ટકા, અમરેલીમાં 14.23 ટકા જેટલો જ જીવંત સંગ્રહ બચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં 14.97 ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ બચ્યો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 14.97 ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ બચ્યો છે, રાજકોટ પછી સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં પાણીનો કકળાટ છે, જ્યાં ટેન્કરોની દોડાદોડ વધુ છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં 16.44 ટકા, દાહોદમાં 8.72 ટકા, મહિસાગરમાં 35.15 ટકા અને પંચમહાલમાં 28.94 ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ બચ્યો છે. રાજ્યના 201 ડેમમાં અત્યારે 70 ટકાથી ઓછું પાણી છે, 80થી 90 ટકા વચ્ચે પાણી હોય તેવા માંડ બે ડેમ છે. એ જ રીતે 70થી 80 ટકા વચ્ચે પાણી સંગ્રહાયેલો હોય તેવા ડેમની સંખ્યા પણ બે જ છે. ડેમોમાં જે રીતે પાણીનો જથ્થો ઘટવા માંડયો છે તે જોતાં આગામી દિવસોમાં પાણીનો કકળાટ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, રાજ્યના 72 ડેમોમાં પાણી આરક્ષિત કરાયું છે.

Back to top button