ગુજરાત

ભરઉનાળે સૌરાષ્ટ્રના મોટા ભાગનાં ડેમ ખાલીખમ, 141 ડેમમાં માત્ર 29 ટકા જ પાણીનો જથ્થો

Text To Speech

એક તરફ આકાશમાંથી વરસતો આકરો તાપ લોકોને અકળાવી રહ્યો છે, અને ગરમ લૂથી લોકો ત્રસ્ત છે. તો બીજી બાજુ ભરઉનાળે નવું એક સંકટ સામે આવ્યું છે અને તે છે જળસંકટ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લામાં ડેમ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં હાલ માત્ર 29.37 ટકા જ પાણીનો જથ્થો છે.

સૌરાષ્ટ્રના ડેમમાં પાણીની શું છે સ્થિતિ?
સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં હાલ ફક્ત 3 ટકા જ પાણીનો જથ્થો છે. તો બોટાદ જિલ્લાના જળાશયોમાં 7.65 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 19.53 ટકા જ પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છના 20 ડેમમાં 16.90 ટકા જેટલો પાણીનો સંગ્રહ બચ્યો છે.

ઉત્તર ગુજરાતમાં પણ પાણીની પોકાર તો દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ સારી
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આસપાસનાં ક્ષેત્રોમાં પીવાના પાણી માટે પોકાર ઊઠ્યો છે. ગુજરાતમાં અત્યારે ડેમોમાં પાણી મામલે સારી સ્થિતિ દક્ષિણ ગુજરાતની છે, જેના 13 ડેમમાં 54.25 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 52.06 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 40.50 ટકા પાણીનો જથ્થો છે.

Back to top button