સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો


- પ્રદૂષિત પાણી અને અખાદ્ય ખોરાકને કારણે આ રોગચાળો જોવા મળ્યો
- પાણી ખરાબ આવતા 7થી વધુ આઈસ ફેક્ટરીને સિલ કરાઈ
- અમદાવાદ એરપોર્ટ ઉપર 231 મુસાફરોના સ્ક્રીનીંગ કરવામાં આવ્યા
સ્માર્ટ સિટી અમદાવાદમાં ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે. પ્રદૂષિત પાણી અને અખાદ્ય ખોરાકને કારણે આ રોગચાળો જોવા મળ્યો છે. ઉનાળામાં લોકો બરફનો વધુ ઉપયોગ કરે છે ત્યારે બરફ બનવા માટે ઉપયોગમાં લેવાતું પાણી પણ ખરાબ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત: 108 ઇમરજન્સી કેસના આંકડાની માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો
પાણી ખરાબ આવતા 7થી વધુ આઈસ ફેક્ટરીને સિલ કરાઈ
શહેરમાં બરફ બનવા માટે ઉપયોગમાં લેવાતું પાણી ખરાબ આવતા 7થી વધુ આઈસ ફેક્ટરીને સિલ કરાઈ છે. તેમજ રોગચાળાની વાત કરીએ તો ઝાડા ઉલ્ટીના 393 કેસ, કમળાના 92 કેસ, ટાઈફોઈડ 269 કેસ નોંધાયા છે. તેમજ 72 પાણીના સેમ્પલ અનફીટ આવ્યા છે. તથા દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડીયા સહિતના વિસ્તારના પીવાના પાણીના સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે.
આ પણ વાંચો: દ્વારકા: દ્વારકાધીશ મંદિરના શિખરની જર્જરિત સ્થિતિ, તંત્ર બેદરકાર
અમદાવાદ એરપોર્ટ ઉપર 231 મુસાફરોના સ્ક્રીનીંગ કરવામાં આવ્યા
ઓપરેશન કાવેરી હેઠળ આવેલા મુસાફરોના સ્ક્રીનીંગ પણ કરવામાં આવ્યા છે. સુદાનથી આવતા લોકોએ યલો ફિવરનું વેકસીનના સર્ટિફિકેટ ફરજિયાત બતાવવાના રહેશે. તથા મંગળવારે અમદાવાદ એરપોર્ટ ઉપર 231 મુસાફરોના સ્ક્રીનીંગ કરવામાં આવ્યા છે. જેમાં 14 જેટલા મુસાફરોએ યલો ફીવર વેક્સિન લીધીનાં હોવાથી ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આગામી 14 દિવસ સુધી તમામ મુસાફરોના સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે.