ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી

  • 12 દિવસમાં જ ઝાડા-ઉલટીના 50 ટકાથી વધુ કેસ નોંધાયા
  • રામોલ, અસારવા સહિત શહેરના પૂર્વના વિસ્તારોમાં કોલેરા વકર્યો
  • મેમનગર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસો વધુ કેસો જોવા મળ્યા

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. શહેરમાં ઓગસ્ટના ફક્ત 12 દિવસમાં ઝાડા-ઊલટીના 481 સાથે કોલેરાના 18 કેસ આવ્યા છે. રોગચાળો ડામવા અસરકારક પગલાં લેવા હેલ્થ વિભાગને સૂચના છે. જેમાં પૂર્વના પટ્ટામાં કોલેરા વકર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો ચોથો રાઉન્ડ શરૂ, જાણો કયા ધોધમાર પડશે વરસાદ 

વટવા, લાંભા, રામોલ, અસારવા સહિત શહેરના પૂર્વના વિસ્તારોમાં કોલેરા વકર્યો

શહેરમાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડ, ડેન્ગ્યૂના રોજના 50 જેટલા દર્દી આવી રહ્યાં છે. ઓગસ્ટ મહિનાના 12 દિવસમાં જ શહેરમાં ઝાડા- ઉલટીના 481, કમળાના 76, ટાઈફોઈડના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યૂના 243 કેસ નોંધાયા છે. વટવા, લાંભા, રામોલ, અસારવા, ઈસનપુર, સહિત શહેરના પૂર્વના વિસ્તારોમાં કોલેરા વકર્યો છે. અને ઝાડ-ઉલટી, ડેન્ગ્યૂના રોજના 50 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈને હેલ્થ વિભાગના રોગચાળો ડામવા માટે અસરકારક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

12 દિવસમાં જ ઝાડા-ઉલટીના 50 ટકાથી વધુ કેસ નોંધાયા

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા ઝાડા-ઉલટીના કેસની સરખામણીએ ચાલુ વર્ષે ઓગસ્ટના 12 દિવસમાં જ ઝાડા-ઉલટીના 50 ટકાથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોઈડના 389 કેસની સરખામણીએ ચાલુ વર્ષે ઓગસ્ટના 12 દિવસમાં લગભગ 85 ટકા એટલેકે 313 કેસ નોંધાયા છે. જ્યારે ગત ઓગસ્ટમાં ડેન્ગ્યૂના 256 કેસ નોંધાયા હતા અને ચાલુ વર્ષે ઓગસ્ટના ફક્ત 12 દિવસમાં ડેન્ગ્યૂના 95 ટકા એટલેકે 243 કેસ નોંધાયા છે. છેલ્લાં કેટલાંક સમયથી વરસાદે વિરામ લીધો હોવા છતાં ચોમાસામાં ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાને કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ખાસ કરીને ડેન્ગ્યૂના કેસોમાં થયેલો વધારો ચિંતાજનક હોવાનું સ્પષ્ટ થાય છે.

મેમનગર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસો વધુ કેસો જોવા મળ્યા

કોલેરા, ઝાડા ઉલ્ટી અને ટાઇફેડના કેસો વધ્યા છે ત્યાં પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જ્યાંથી મચ્છરના ત્રાસની ફ્રિયાદો આવી છે ત્યાં ફેગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં લોહીના નમૂના 49,916 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. સિરમ સેમ્પલ 2312 લેવામાં આવ્યા છે550 જેટલા પાણીના અનફીટ સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને ઝાડા ઉલ્ટી અને ડેન્ગ્યુના કેસોમાં પૂર્વ વિસ્તારમાં બહેરામપૂરા, લાંભા, હથીજન, રામોલ, વટવા, ગોમતીપુર ટાઇફેડના કેસો વટવા અને ગોમતીપુરમાં નોધાયા છે. જ્યારે સરખેજ, જોધપુર, બોપલ, સેટેલાઈટ, મેમનગર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસો વધુ કેસો જોવા મળ્યા છે.

Back to top button