ગામલોકો બન્યા વાસુદેવ ! જૂનાગઢમાં ધસમસતા પાણી વચ્ચે બીમાર વૃદ્ધને ખાટલા પર બેસાડી હોસ્પિટલ પહોંચાડ્યાં
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમા પણ ખાસ કરીને જૂનાગઢમાં જિલ્લામાં મુશળધાર વરસાદ પડતા અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. આ સાથે જ ખેતરોમાં પાણી ફરી વળતા અનેક પાકોને ભારે નુકસાન થયુ છે. ખેતરો ઉપરાંત ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘેડમાં એક બીમાર વ્યક્તિને ખાટલા પર બેસાડીને દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા. હાલપણ માંગરોળ પંથકમાં ઘેડ વિસ્તારમાં લોકોનાં ઘરોમાં પાણી છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં આવી પરિસ્થિતિમાં ઘેડ પંથકમાં એક બિમાર વ્યક્તિની તબિયત ખરાબ તા તેને ખાટલા બેસાડીને પહોંચાડવા મજબૂર બન્યા છે.
બીમાર આધેડને ખાટલા પર બેસાડી હોસ્પિટલ ખસેડાયા
પ્રાપ્ત વિગતો અનુસાર,. ઘેડ પંથકમાં અનેક રસ્તાઓ બંધ થતા બીમાર વ્યક્તિને દવાખાને પહોંચાડવામાં મુશ્કેલી વેઠવી પડી હતી.ઘોડાદર ગામના એક આધેડ વ્યક્તિ બીમાર પડતા તેમની તબિયત વધારે ખરાબ થઈ રહી હતી. જેથી પરિજનો અને આસપાસના લોકો દ્વારા તેમને ખભા પર બેસાડીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગામના લોકો દ્વારા આશરે પાંચ કિલોમીટર આધેડને ખાટલા પર બેસાડી ઘોડાદરથી મેખડી હોસ્પિટલ ખાતે પહોચાડવામાં આવ્યા હતા.
આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે. જેમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો : ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 20 દરવાજા ખોલી પાણી છોડાયું