અમરેલીમાં જળબંબાકાર, બાબરાના ઉટવડ ગામમાં વાદળ ફાટ્યું, 1 કલાકમાં 10 ઈંચ વરસાદ


રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. જુનાગઢ બાદ અમરેલીમાં પણ આભ ફાટ્યું છે. અમરેલીના બાબરાના ઉટવડ ગામમાં એક કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. 10 ઇંચ વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે જ લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જૂનાગઢમાં શનિવારે મેઘરાજાએ સર્જેલા મેઘતાંડવ બાદ આજે સવારથી અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે.
અમરેલી-બાબરા શહેરમાં ભારે વરસાદબાદ ઠેર-ઠેર પાણી-પાણી થઈ ગયું હતુ. અને આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી, ચરખા, ઉંટવડ, પાનસડા, કરીયાણા ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.
ચમારડી ગામે વહેલી સવારથી ભારે વરસાદના કારણે ગામની તમામ નદીઓ ભયજનક સપાટી પર વહેતી થઈ હતી. જૂનાગઢની ભયાનક સ્થિતિની વાત કરવામાં આવે તો લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. સાથે જ ગામ નદીમાં ફેરવાઈ ગયું હતું. વરસાદની જો વાત કરવામાં આવે તો અમરેલી,ભાવનગર અમદાવાદમાં પણ ગત રાત્રીથી વરસાદ ચાલુ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ધોધમાર, ચોતરફ જનજીવન પ્રભાવિત