

આજે 23 સપ્ટેમ્બરના દિવસે દેશભરમાં નેશનલ સિનેમા ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તેની વિશેષ ઉજવણી કરવા જઈ રહ્યું છે જેમાં દર્શકો માત્ર 75 રૂપિયામાં મૂવી ટિકિટ્સ ખરીદી શકશે અને મલ્ટિપ્લેક્સમાં ચાલી રહેલી ફિલ્મને નિહાળી શકશે.
નોંધનીય છે કે, આ ઉજવણી અગાઉ 16 સપ્ટેમ્બરે કરવામાં આવવાની હતી, પરંતુ ઘણા કારણો સર MIA દ્વારા આની તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે 23 સપ્ટેમ્બરના દિવસે આ દિવસ ઉજવવામાં આવસે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આજે ફિલ્મોને માત્ર 75 રૂપિયામાં જ દર્શકો જોવા જઈ શકશે. આની સાથે કુલ 4 હજાર સ્ક્રિન દ્વારા ઓફર કરાઈ છે.
આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ભારત તરફથી ઓસ્કર માટે નોમિનેશન, શું છે ફિલ્મની વાર્તા ?
કેવી રીતે ટિકિટ બુક કરવી શકશો ?
- INOX, PVR, Carnival, Movie Time, M2K, Cinepolis, Miraj, Citypride, Asia, Mukta A2, Wave, અને Delite ની સાઈટ પર જવાનું રહેશે
- જ્યાં તમારા શહેર અને મૂવી પસંદ સિલેક્ટ કરો
- તમારી મનપસંદ મૂવીને સર્ચ કરી તેમા ટિકિટ બૂક કરાવવાની રહેશે, જેનો ચાર્જ માત્ર રૂ.75 જ રહેશે