ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

જૂઓ વીડિયોઃ જ્યારે સૈન્ય જવાનોએ 40 યાત્રાળુઓને બચાવવા માટે જીવની બાજી લગાવી દીધી

Text To Speech
  • અમરનાથ ધામ તરફ જઈ રહેલી બસની બ્રેક ફેઈલ થતાં યાત્રાળુઓના જીવ પડીકે બંધાયા
  • ભારતીય સૈન્યના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સાથે મળી બસનો ગમખ્વાર અકસ્માત ટાળ્યો

જમ્મુ, 3 જુલાઈ, 2024: ભારતીય સૈન્યના જવાનો તેમજ જમ્મુ-કાશ્મીરના કેટલાક પોલીસકર્મીઓની દીલધડક કામગીરીને કારણે ઓછામાં ઓછા 40 અમરનાથયાત્રીઓના જીવ બચી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

મળતા અહેવાલ મુજબ રામબનમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપરની આ ઘટના છે. અમરનાથ યાત્રાળુઓને લઈ જઈ રહેલી એક બસની બ્રેક ફેઈલ થઈ જતાં બસ સડસડાટ ઢાળમાં દોડવા લાગી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક યાત્રાળુઓને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે ચાલુ બસે નીચે કૂદીને પોતાનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એ વિસ્તારમાં હાજર ભારતીય સૈન્યના જવાનો તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના કેટલાક જવાનો અન્ય વાહન મારફત બસ સુધી પહોંચ્યા હતા. તેમણે બ્રેક ફેલ થયેલી બસની નજીક પહોંચીને ટાયરની નીચે મોટામોટા પથ્થર નાખીને બસને ધીમી પાડવાનો અને રોકી દેવાનો પ્રયાસ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ભારતીય સૈન્યના જવાનો અને પોલીસના આ જીવસટોસટના પ્રયાસોને સદ્દભાગ્યે સફળતા મળી હતી અને બાબા બર્ફાનીના દર્શને જઈ રહેલા 40 શ્રદ્ધાળુઓ બચી ગયા હતા.

આ પણ વાંચોઃ ભગવદ ગીતામાં માસ્ટર્સ: IGNOUમાં ODL મોડમાં ક્લાસીસ અને હિન્દીમાં થશે અભ્યાસ

Back to top button